તાપીમિત્ર ન્યુઝ,સુરત:ફેશન ડીઝાઇનિંગના વ્યવસાય સાથે સંકળાયેલી સાધન સંપન્ન પરિવારની યુવતિ આગામી ૨જી ડિસેમ્બરે દીક્ષા લઇને સંયમ જીવનની ભાત પાડવા રહી છે. શ્રેષ્ઠ સુખ ફેશન કે ડિઝાઇનમાં નહી પણ સાદગી, સાધુતા અને સમર્પણમાં છે એવુ સમજાય જતા તે સંયમ માર્ગે ચાલી નીકળી છે.
નાનપુરામાં રહેતા રમીલાબેન દિનેશભાઇ મહેતા પરીવારની લાડલી નિરાલીએ બીકોમ પાસ કર્યા બાદ ફેશન ડિઝાઇનિંગમાં પોતાની કારકિર્દી આત્મબળે બનાવી હતી.આ ફિલ્ડમાં તેનું નામ બની રહ્યુ હતુ અને અચાનક સંયમનો પવન લહેરાયો અને ફેશનમાંથી સંયમનું લેશન લઇને તે ફેશન ડિઝાઇનિંગનું ફિલ્ડ જ નહી પણ સમગ્ર સંસારની મોહમાયાનું મેદાન છોડીને દીક્ષાના દરબારમાં પ્રવેશી ગઇ. નિરાલીએ કહ્યુ કે છોડવુ સહેલુ છે પકડવુ અઘરૂ છે. જેમની પાસે કરોડો અબજોની સંપતિ છે એ પણ સુખી નથી પણ સાધુ-સાધ્વીજીઓને મેં નિજાનંદ મસ્તીથી વિહરતા જોયા છે. સંસારી જીવનમાં ઇચ્છાઓ ક્યારેય પુરી થતી નથી એક પુરી થાય અને બીજી જન્મે છે. દીક્ષાના બિજ વિશે કહ્યુ કે દોઢ વર્ષ પહેલા પાલિતાણાં ઉપધાન તપ કર્યા ત્યારે પૂ. યોગતિલકસૂરિશ્વરજી મહારાજની વાણીથી વૈરાગ્ય જાગ્યો અને ત્યારે જ દીક્ષા લેવાનું નક્કી કર્યુ હતું. નિરાલીએ ગુરૂકુળવાસ, વિહાર અને સિદ્ધીતપ, ૯૯ યાત્રા પણ કરી છે. આગામી ૨જી ડિસેમ્બરે સુરતમાં પાલ રોડ પર શાંતિવર્ધક ઉપાશ્રયની પાસે અધ્યાત્મ નગરીમાં જૈનાચાર્ય જિનચન્દ્રસૂરિશ્વરજી અને યોગતિલકસૂરિશ્વરજી મહારાજાની નિશ્રામાં આયોજિત ૧૮ સામૂહિક દીક્ષામાં નિરાલી દીક્ષા ગ્રહણ કરશે. એ પૂર્વે તા-૧૭મી નવેમ્બર રવિવારે બાબુનિવાસની ગલી, સર્વમંગલથી સવારે ૯ વાગ્યે તેનો વરસીદાનનો વરઘોડો નીકળ્યો હતો.જે નાનપુરા વિસ્તારમાં ફર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application