નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની બંધારણિય બેન્ચે આજે ઐતિહાસિક ચૂકાદો આપતા જણાવ્યું કે, કેટલીક શરતો સાથે ભારતના મુખ્ય ન્યાયાધિશની ઓફિસ હવે માહિતી અધિકારના કાયદા (RTI) હેઠળ આવશે. કોર્ટે જણાવ્યું કે, મુખ્ય ન્યાયાધિશની ઓફિસ એક જાહેર ઓફિસ છે. તે માહિતી અધિકાર હેઠળ આવે છે અને 2010નો હાઈકોર્ટનો ચૂકાદો યથાવત રાખવામાં આવે છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની બંધારણીય બેન્ચે આ ચૂકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, પારદર્શક્તા ન્યાયિક સ્વતંત્રતાને ઘટાડતી નથી. માહિતી આપવાથી ન્યાયપાલિકાની સ્વતંત્રતાને અસર થતી નથી. કેટલીક માહિતીઓ અંગત અને ગુપ્ત રાખવી જોઈએ,જેથી કરીને માહિતી અને ગુપ્તતામાં સંતુલન જળવાઈ રહે.આ અગાઉ પણ સુપ્રીમે જણાવ્યું હતું કે,કોઈ પણ વ્યવસ્થાને અપારદર્શક જાળવી રાખવાના પક્ષમાં નથી,પરંતુ એક સંતુલન જાળવી રાખવા માટે એક રેખા ખેંચવી જરૂરી છે.ઉલ્લેખનીય છે કે,સુપ્રીમ કોર્ટની વહીવટી પાંખ રજિસ્ટ્રારે મુખ્ય ન્યાયાધિશની ઓફિસને આરટીઆઈના દાયરામાં જાહેર કરવાના અને માહિતી આપવાના દિલ્હી હાઈકોર્ટ અને સીઆઈસીના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા.હાઈકોર્ટ અને સીઆઈસીએ જણાવ્યું હતું કે,મુખ્ય ન્યાયાધિશની ઓફિસ જાહેર સંપત્તિ માનવામાં આવશે અને માહિતી અધિકારનો કાયદો તેના પર પણ લાગુ થશે.આ કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રારંભિક અપીલ પર સુનાવણી કરતા માહિતી આપવાના હાઈકોર્ટ અને સીઆઈસીના આદેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application