તાપીમિત્ર ન્યુઝ,સુરત:સચીન-પલસાણા હાઇવે રોડ પર આવેલા હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એક કંપની પાસેથી બે ઠગબાજાએ બોગસ કંપની ઉભી કરી રૂ.૬૦.૭૧ લાખનો માલ ખરીદ્યા બાદ રૂ.૩૪.૬૧ લાખ ન ચુકવ્યા હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. અડાજણ પાલ સ્કવેર આઇકોનમાં રહેતા મનોજભાઇ ચંદુલાલ શાહ સચીન પલસાણા હાઇવે હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં અરીહંત સ્ટીલ નામની કંપની ધરાવે છે. ૬ મહિના પહેલાં નવી મુંબઇ એમ.આઇ.ડી.સી. તલોજા ખાતે વિનાયક સ્ટીલ નામની કંપની ધરાવતા અમિતસીંગ ઉર્ફે અંકુર સુર્યવંશી અને નવસારી ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટમાં રહેતા સુજલ હરેશ મહેતા નામના બે વ્યકિતઓએ મનોજભાઇનો સંપર્ક કરી તેઓની પાસેથી માલ ખરીદવાનું નક્કી કર્યુ હતુ. આ બંને જણાંએ બોગસ કંપની ખોલી બોગસ પુરાવાના આધારે મનોજભાઇનો વિશ્વાસ કેળવ્યો હતો. મનોજભાઇ પાસેથી રૂ.૬૦.૭૧ લાખનો માલ ખરીદ્યા બાદ રૂ.૨૬.૧૦ લાખ ચુકવ્યા હતા. બાકીના રૂ.૩૪.૬૧ લાખ ચુકવ્યા ન હતા. મનોજભાઇએ ઉઘરાણી કરતાં બંને જણાંએ પોતે ખોલેલી બોગસ કંપની બંધ કરી ભાગી છુટ્યા હતા. આ બનાવ સંદર્ભે મનોજભાઇએ સચીન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application