તાપીમિત્ર ન્યુઝ,સુરત:રીંગરોડ ટ્રેડ હાઉસમાં ગ્રે કાપડની દુકાન ધરાવતા એક વેપારી પાસેથી રીંગરોડ માર્કેટના વેપારીએ દલાલ મારફતે ૧૫ થી ૨૦ દિવસમાં પૈસા ચુકવી દેવાની બાંહેધરી આપી રૂ.૯.૬૦ લાખનો ઉધાર ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. ત્યારબાદ વેપારીએ થોડા પૈસા ચુકવી દીધા બાદ રૂ.૬.૮૨ લાખ ચુકવ્યા વગર દુકાન બંધ કરી ભાગી છુટ્યા હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. ડિંડોલી મધુરમ સર્કલ સ્થિત શ્યામ વિલા રેસીડેન્સીમાં રહેતા રાહુલભાઇ સંતોષભાઇ પાટીલ રીંગરોડ ટ્રેડ હાઉસમાં જીન્દાલ પોલિવિલ્સ પ્રાઇવેટ લિમીટેડ નામની કંપની ધરાવે છે. ૭ મહિના પહેલાં ઉધના આશા નગર સ્થિત રાધેશ્યામ કોમ્પલેક્ષમાં રહેતો સત્વીર રામચંદ્ર શર્મા નામના દલાલ ઘોડદોડ રોડ સુર્યકિરણ એપાર્ટમેન્ટમાં રહેતો અને રીંગરોડ સાંઇ ખટીક માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા નરેશ જયંતિલાલ જૈન નામના વેપારી સાથે રાહુલભાઇની દુકાને આવ્યો હતો. બંને જણાંએ મોટી મોટી વાતો કરી ૧૫ થી ૨૦ દિવસમાં પૈસા ચુકવી દેવાની બાંહેધરી આપી રાહુલભાઇનો વિશ્વાસ કેળવ્યો હતો. રાહુલભાઇએ બંને ઉપર વિશ્વાસ રાખી તેઓને તા. ૨૦ - ૪ - ૨૦૧૯ થી ૨૬ - ૪ - ૨૦૧૯ દરમ્યાન રૂ.૬.૬૦ લાખનો ઉધાર ગ્રે કાપડનો માલ અલગ અલગ બિલ ચલણથી ખરીદ્યો હતો. નરેશભાઇએ ઉધાર ખરીદેલા માલના બદલામાં રૂ.૨.૭૮ લાખ ચુકવ્યા હતા. બાકીના રૂ.૬.૮૨ લાખ ચુકવ્યા ન હતા. જેથી રાહુલભાઇએ પૈસાની ઉઘરાણી કરતા ખોટા વાયદાઓ કરી આજદીન સુધી પૈસા ચુકવ્યા ન હતા. જેથી નરેશ જૈન અને સત્વીરે દુકાન બંધ કરી ભાગી છુટ્યા હતા. આ અંગે રાહુલભાઇને જાણ થતાં તેઓએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application