તાપીમિત્ર ન્યુઝ,સુરત:ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મંગળવારની રાત્રે ૧૧ વાગ્યા આસપાસ બે અજાણ્યા ઈસમોના મૃતદેહો મળી આવ્યાં હતાં. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકોમાં એક ૩૦ વર્ષનો અને બીજો અંદાજે ૩૫ વર્ષ આસપાસનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. એક જ જગ્યાએથી બન્નેના મૃતદેહો મળી આવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે મૃતકોના વાલી વારસથી લઈને પીએમ કરાવવા સ્મિમેર હોસ્પિટલ મુક્યા છે. બન્ને મૃતકોના મોતના કારણને લઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બંને મૃતદેહ અંગે પોલીસને હાલ હત્યાની આશંકા પણ દેખાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application