તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત જિલ્લા એસઓજી દ્વારા માંગરોળ તાલુકાના પાલોદ ગામની સીમમાં ફિરદોસ શોપિંગ સેન્ટરમાં છેલ્લા ત્રણ વર્ષથી મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે રેડ કરી બોગસ ડોક્ટરને મેડિકલ પ્રેક્ટીસ કરતાં ઝડપી તેની સામે કાર્યવાહી કરી છે. એસઓજી શાખાના ઐયુબભાઈ ખાનુભાઈ તેમજ હેકો. દિપેશભાઈ હસમુખભાઈ વગેરેનાઓ કોસંબા પોલીસ સ્ટેશન પાલોદ આઉટ પોસ્ટમાં પેટ્રોલિંગમાં હતાં. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે,પાલોદ ગામની હદમાં આવેલ ફીરદોષ શોપિંગ સેન્ટરમાં અલસીફા ક્લીનિક નામના દવાખાનામાં એક બોગસ ડોક્ટર પોતાની હાટડી ચલાવી રહ્યો છે. જેથી પોલીસે પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં પાલોદ ઝમઝમ રેસીડેન્સીમાં રહેતો રઈસ એહમદ રસીદ એહમદ શેખ એલોપેથીનું દવાખાનું ચલાવી રહ્યો હતો. દવાખાનામાં સૂવા માટે ટેબલ, ઈન્જેકશન, દવાઓ, કફ સિરીપ, બાટલા વગેરે વસ્તુ મળી આવી હતી. ડોક્ટર હોવાના પુરાવા પોલીસ દ્વારા માંગવામાં આવતાં રઈસભાઈ દ્વારા કોઈ પણ માન્ય સંસ્થાનું કે ગુજરાત મેડિકલ કાઉન્સીલમાં નોંધાયેલ પ્રમાણપત્ર રજૂ કર્યુ ન હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application