તાપીમિત્ર ન્યુઝ,સુરત:આજના આધુનિક યુગમાં ઓનલાઇન શોપીંગનો ક્રેઝ દિન પ્રતિદીન વધી રહ્યો છે. ઓનલાઇન ખરીદી કરતા લોકોને ફાયદો પણ થઇ રહ્યો છે. જેને લઇને સુરત શહેરમાં નાના વેપારીઓની હાલત દિન પ્રતિદીન કફોડી બની રહી છે. કેટલાંક નાના વેપારીઓ પોતાની દુકાનો બંધ કરી અન્ય ધંધા તરફ વળી ગયા હોવાનું પણ જાણવા મળ્યુ છે. ઓનલાઇન શોપીંગ કરતા લોકોને ડિસ્કાઉન્ટ વધુ મળતા તેઓ રીટેઇલ વેપારીઓ પાસેથી ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. જેને લઇને રીટેઇલ વેપારીના સંગઠને આ અંગે મોરચો કાઢી સુરતના સાંસદ દર્શના જરદોશ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલને રજુઆત કરી હતી કે દિલ્હી જઇને નાના વેપારીઓને વેપાર કરવામાં પડી રહેલી મુશ્કેલી અંગે રજુઆત કરે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application