તાપીમિત્ર ન્યુઝ,સુરત:રાંદેરના રામનગર ખાતે આવેલ કૌશર એપાર્ટમેન્ટમાં ત્રાટકેલા તસ્કરો રૂ.૩૪ હજારની મત્તા ચોરી કરી નાસી છુટ્યા હોવાનો બનાવ પોલીસ ચોંપડે નોંધાયો છે.રાંદેરના રામનગર ખાતે આવેલ કૌશર એપાર્ટમેન્ટમાં ઇરફાનભાઇ શેખ પરિવાર સાથે રહે છે અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ૧૨મી નવેમ્બરની રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ ઇરફાનભાઇના બંધ મકાનને નિશાન બનાવ્યુ હતુ. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાને બહારથી મારેલ તાળુ કોઇ સાધન વડે તોડી નાંખ્યા બાદ ઘરમાં વેશ કરી મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂ.૩૪ હજારની મત્તા ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવ સંદર્ભે ઇરફાનભાઇની ફરીયાદના આધારે રાંદેર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application