તાપીમિત્ર ન્યુઝ,સુરત:રાંદેરના પાલનપુર જકાતનાકા પાસે આવેલ વાસુ પુજય ઇકો હોમ્સમાં આવેલ શ્રી ક્રિષ્ણા લેમીનેટ નામની દુકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ.૩૦ હજારની મત્તા ચોરી કરી નાસી છુટ્યા હોવાનો બનાવ પોલીસ ચોંપડે નોંધાયો છે. રાંદેરના પાલનપુર જકાતનાકા પાસે આવેલ સંત તુકારામ સોસાયટીમાં ગૌરીશંકર ચૌધરી પરિવાર સાથે રહે છે. અને રાંદેરના પાલનપુર જકાતનાકા પાસે આવેલ વાસુ પુજય ઇકો હોમ્સમાં આવેલ શ્રી ક્રિષ્ણા લેમીનેટ નામની દુકાન ધરાવે છે. ૧૨મી નવેમ્બરની રાત્રિના સુમારે ગૌરીશંકરની દુકાન તેમજ તેની બાજુમાં આવેલી અન્ય દુકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી બંને દુકાનોનું શટર કોઇ સાધન વડે ઉંચુ કરી નાંખ્યા બાદ ગૌરીશંકરની દુકાનમાં પ્રવેશ કરી રોકડા રૂ.૩૦ હજારની મત્તા ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવ સંદર્ભે ગૌરીશંકરની ફરીયાદના આધારે રાંદેર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જા કે ચોરી કરવા આવેલા ત્રણ ઇસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application