તાપીમિત્ર ન્યુઝ,સુરત:કતારગામ ગોટાલાવાડી નજીક વિનસ હોસ્પિટલ સામે રીક્ષામાં સવાર મુસાફરના હાથમાંથી મોબાઇલ આંચકીને ભાગી રહેલા સ્નેચરોની મોટરસાઇકલ સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત થયેલા બંન્ને સ્નેચરોને રીક્ષા ચાલકની મદદથી પકડીને લેવાયા હતા.મોટા વરાછા-ઉત્રાણ રોડ સ્થિત સિલ્વર એમ્પાયરમાં નીરજા લીક પ્ફ એન્ડ કન્સલટન્ટ પ્રા. લિ. નામે ભાગીદારીમાં ધંધો કરતા નિરજ કિરીટ પોશીયા ગત રોજ કામ અર્થે અમદાવાદ ગયો હતો. જયાંથી ટ્રેનમાં રાત્રે બાર વાગ્યાના સુરત આવ્યો હતો અને સુરત રેલવે સ્ટેશનથી ઓટો રીક્ષામાં ઘરે જઇ રહ્યો હતો. ત્યારે કતારગામ ગોટાલાવાડી સ્થિત વિનસ હોસ્પિટલ સામેથી ઓટો રીક્ષા પસાર થઇ રહી હતી તે દરમ્યાન રીક્ષા ચાલકની બાજુમાં બેસીને ફોન પર વાત કરી રહેલા નિરજના હાથમાંથી મોટરસાઇકલ સવાર સ્નેચરો મોબાઇલ ફોન આંચકીને ભાગી ગયા હતા. જોકે ભાગતી વેળા મોટરસાઇકલ સ્લીપ થઇ જતા બંન્ને સ્નેચરો રોડ પર પટકાયા હતા અને તેઓને હાથ-પગમાં ઇજા થઇ હતી. જેથી નિરજે રીક્ષા ચાલકની મદદથી બંન્ને સ્નેચરોને ઝડપી પાડી તેઓને લોહીલુહાણ હાલતમાં મહિધરપુરા પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે બંન્નેની પુછપરછ હાથ ધરતા રાહુલ માઘુભાઇ વાઘ અને ફૈઝાનઅલી લીયાકતઅલી સૈયદ નામ હોવાનું જણાવ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા બંન્નેને સારવાર આપવાની સાથે પુછપરછ કરવામાં આવી રહી છે.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application