પટના : બિહારના પાટનગર પટનામાં લાંચ લઇને મહાત્મા ગાંધી બ્રિજ પર ભારે વાહનોને ખસેડીને ઓવરલોડેડ ટ્રકોને આગળ ધકેલવાના આરોપમાં એકસાથે ૪પ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.બિહાર પોલીસના ઇતિહાસમાં કદાચ આ પહેલી એવી ઘટના હશે કે જયાં લાંચ લેવાના આરોપમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં પોલીસ-કર્મચારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હશે. આ કેસની કાર્યવાહી પટનાના ટ્રાફિક પોલીસ અધિકારી અમરેશ ડી કરી રહ્યા છે. પટનામાં છઠપૂજા દરમ્યાન ભયંકર ટ્રાફિક જેમ સર્જાયો હતો. એ સમયે ટ્રક અને મોટાં વાહનો પાસેથી લાંચરૂપી ઉઘરાવેલા પૈસાની વહેંચણી માટે પણ પોલીસમાં અંદર-અંદર મારામારી શરૂ થઇ ગઇ હતી. જેના કારણે લાંચના સમગ્ર મામલા પરથી પરદો ઉઠી શકયો હતો. સસ્પેન્ડ કરાયેલા પોલીસ-કર્મચારીઓમાં 6 ઇન્સપેકટર,7 એએસઆઇ અને 32 સિપાહીનો સમાવેશ થાય છે. આ કેસની કાર્યવાહી કરનારા પોલીસ ઓફિસર અમરેશ ડી નું કહેવું છે કે સીસીટીવીની તપાસ બાદ પહેલી દ્રષ્ટિએ જોતાં આ 45 પોલીસ-કર્મચારીઓ પર લાગેલો લાંચ લેવાનો આરોપ સાચો સાબિત થઇ રહ્યો છે. એના આધાર પર હવે પ્રાથમિક કેસ દાખલ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application