Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતીય રેલવે લાવી રહી છે નવી ટેકનિક:ચહેરો ઓળખીને જ ટ્રેનમાં મળશે પ્રવેશ

  • November 13, 2019 

નવી દિલ્હી:ભારતીય રેલ્વે મુસાફરોની સુરક્ષા માટે ફેસ રેકગ્નિશન ટેકનોલોજી અને એઆઇ (આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સ) આધારીત ટેકનોલોજી લાવવાની તૈયારી કરી રહી છે. રેલ્વે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ) આ ટેકનિકને ક્રિમીનલ ટ્રેકીંગ સિસ્ટમના ડેટા બેઝ સાથે જોડશે. જેનાથી ગુનેગારોની ઓળખ કરવામાં સરળતા થશે. આ ઉપરાંત પેસેન્જરને પણ ચહેરો ઓળખીને પ્રવેશ આપવામાં આવે તેવી શકયતા છે. ફેસ રેકગ્નિશન ટેકનોલોજી પોલીસના રેકોર્ડમાં રહેલા ગુનેગારોની તસ્વીરો સાથે શંકાસ્પદ લોકોના ચહેરા મેચ કરી શકશે. ત્યારબાદ આરપીએફ તેની વધુ વિગત મેળવી શકશે.રેલ્વેનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આ ટેકનિકથી રેલ્વે સ્ટેશનોને વધુ સુરક્ષિત બનશે. શરૂઆતમાં તેનો અમલ મોટા રેલવે સ્ટેશનો પર થશે. રેલ્વે પ્રોટેકશન ફોર્સ સૌ પ્રથમ બેંગલુરૂ રેલ્વે સ્ટેશનમાં આ ટેકનીકની શરૂઆત કરશે. ત્યારબાદ તેનો દિલ્હી, મુંબઇ, કોલકતા અને ચેન્નઇ રેલ્વે સ્ટેશન પર પ્રોજેકટ શરૂ થશે. ત્યારબાદ અમદાવાદ રેલ્વે સ્ટેશન પર પણ તેની શરૂઆત થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application