તાપીમિત્ર ન્યુઝ,સુરત:ઉધનામાં ભગારના વેપારીએ દારૂની લત ન છૂટતાં ઘરના બાધરૂમમાં જઇ ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારને આ અંગે જાણ થતાં સૌ દોડતાં થઈ ગયાં હતાં.બાથરૂમમાંથી ચીચયારીના અવાજ આવતાં આસપાસ ભાગદોડ મચી હતી. પરિવાર તાત્કાલિક યુવકને સારવાર અર્થે ઓટો રિક્ષામાં સિવિલ હોસ્પિટલ લાવ્યું હતું.સિવિલમાં ડોક્ટરોએ ઓપરેશન કામગીરી હાથ ધરી હતી.ઉધના વિસ્તારમાં આવેલા મહાકાલી નગર ખાતે શેખ વસીમ સલીમ ના ચાર ભાઈઓ,પરિણીત બહેન, માતા-પિતા અને પત્ની અને ૩ સંતાન સાથે રહે છે. આજે સવારે નહાવા જઇ રહ્યો હોવાનું કહી બાથરૂમમાં ગળું કાપી નાખ્યું હતું. વસીમે બુમાબુમ કરતા ભાઈઓ દોડી ગયા હતાં. વસીમ ઘર બહાર ભંગારનો વેપાર કરે છે. ગળું કાપ્યા બાદ વસીમને ભાઈઓ તાત્કાલિક રિક્ષામાં સિવિલ લઈ આવ્યાં હતાં.વસીમએ જણાવ્યું હતું કે, ૧૨-૧૫ વર્ષથી દારૂ પીવાના રવાડે ચઢ્યો છું.પહેલા દિવસ દરમિયાન એક વાર દારૂ પીતો હતો આજે લગભગ ૨-૩ વાર દારૂ પીતો થઈ ગયો હતો.રોજના લગભગ ૩૦૦ રુપિયા દારૂ પાછળ ખર્ચાય જતાં હતાં.ઈંગ્લીશ બંધ થઈ જતા દેશી દારૂ પીવાની લત લાગી ગઈ હતી. જેથી કંટાળીને આપઘાતનું પગલું ભર્યું હોવાનું તેણે વધુમાં ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application