તાપીમિત્ર ન્યુઝ,સુરત:ન્યુ દિલ્હીના ચીટરોએ સુરતના રીંગરોડ ખાતે આવેલી સુરત ટેક્ષટાઇલ માર્કેટના વેપારીને રૂ.૧૩.૧૯ લાખનો ચુનો ચોપડ્યો હોવાનો બનાવ પોલીસ ચોંપડે નોંધાયો છે.મજુરાગેટ ખાતે આવેલી વિજયનગર સોસાયટીમાં નરેન્દ્ર સાબુ પરિવાર સાથે રહે છે અને રીંગરોડ ખાતે આવેલી સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. ન્યુ દિલ્હીના કરોલ બાગ ખાતે રહેતી કોમલ સોબતી અમિત અરોરા નામના ચીટરો મે-૨૦૧૯ના રોજ સુરત આવ્યા હતા. અને કાપડ વેપારી નરેન્દ્રભાઇ સાબુ સાથે મુલાકાત કરી હતી.ત્યારબાદ તેઓએ સમયસર પૈસા આપવાની બાંહેધરી આપી તેમની પાસેથી રૂ.૧૩.૧૯ લાખની કિંમતનો સાડીનો જથ્થો ઉધારીમાં ખરીદ્યો હતો. જોકે આ ચીટરોએ સમયસર પૈસા આપવાની બાંહેધરી આપવા છતાં પણ આ ચીટરોએ પૈસાની ચુકવણી ન કરી મોબાઇલ બંધ કરી નાસી છુટ્યા હતા. બનાવ સંદર્ભે નરેન્દ્રભાઇની ફરીયાદના આધારે સલાબતપુરા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application