Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોકટરના ખાતામાંથી રૂ.૧.૧૮ લાખ ઉપડી ગયા:પોલીસ તપાસ શરૂ

  • November 12, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:અલથાણ સારથી કોમ્પલેક્ષમાં રહેતા એક ડોકટરના ખાતામાંથી તસ્કરો ફોન પે ધ્વારા ટુકડે ટુકડે કરી રૂ.૧.૧૮ લાખથી વધુની રકમ ઉપાડી લીધી હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે.અલથાણ સીટીલાઇટ રોડ સારથી કોમ્પલેક્ષમાં રહેતા કિરણભાઇ વિષ્ણુભાઇ પટેલ તબીબના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ડોકટર કિરણભાઇનું એસબીઆઇ બેંકમાં એકાઉન્ટ આવેલુ છે. તા.૨૪-૮-૨૦૧૯ થી ૨-૯- ૨૦૧૯ દરમ્યાન ડો. કિરણ પટેલ પર આનંદકુમાર સીંઘ નામના વ્યકિતએ ફોન કરી તેમની સાથે પરીચય કેળવ્યો હતો. ત્યારબાદ આનંદકુમાર સીંઘ અને આર્મી મેનેજર નામના બે વ્યકિતઓએ એકબીજાની મદદગારીથી ડોકટરના ખાતામાંથી ફોન પે ધ્વારા ટુકડે ટુકડે કરીને રૂ.૧.૧૮ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગેના મેસેજા ડો.કિરણ પટેલને આવતા તેઓ ચોંકી ગયા હતા. આ બનાવ સંદર્ભે કિરણ પટેલે ખટોદરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application