Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોરટાઓએ કારનો કાચ તોડી રોકડા રૂ.૩૦ હજાર અને ૩ જોડી કપડાં ચોરી લીધા

  • November 12, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:ઉધના મગદલ્લા રોડ રવિશંકર સ્કુલના ગેટ સામે પાર્ક કરેલી કારનો કાચ તોડી તસ્કરો રૂ.૩૦ હજારની રોકડ ભરેલી બેગ ચોરી કરી ભાગી છુટ્યા હતા.અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ સહજાનંદમાં રહેતા દેવાજીભાઇ ઠાકરશીભાઇ પદશાળા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તા. ૧૧મી નવેમ્બરના રોજ દેવાશીભાઇ સુરતમાં કામ અર્થે પોતાની જીજે-૧૪-એએ-૭૪૯૬ નંબરની કાર લઇને સુરત આવ્યા હતા. દેવાશીભાઇએ પોતાની કાર ઉધના મગદલ્લા રોડ રવિશંકર સ્કુલના ગેટ પાસે પાર્ક કરી હતી. પરંતુ તસ્કરોએ તેમની કારનો કાચ તોડી અંદરથી રોકડા રૂ.૩૦ હજાર અને ત્રણ જાડી કપડાં ભરેલી બેગ ચોરી કરી ભાગી ગયા હતા. આ બનાવ સંદર્ભે દેવાશીભાઇએ ખટોદરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application