તાપીમિત્ર ન્યુઝ,સુરત:ઉધના મગદલ્લા રોડ રઘુવીર બિઝનેશ પાર્ક-૧ ના શોપીંગ સેન્ટરમાં આવેલી એક દુકાન પર મોર્ગેજ લોન હોવાની સાથે બે જણાંને વેચાણ સાટાખત કરી આપ્યા હોવા છતાં દુકાન માલિકે આ દુકાન અન્યને રૂ.૧૨ લાખમાં વેચાણ આપી પૈસા અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે.ઉધના મગદલ્લા રોડ પ્લેટીનમ રેસીડેન્સીમાં રહેતા રાકેશભાઇ ભવાનજીભાઇ દેઢીયા કાપડના ધંધા સાથે સંકળાયેલા છે. ચાર વર્ષ પહેલાં ડુમસ દરજી સ્ટ્રીટમાં રહેતા વિપુલ ઠાકોર પટેલ , અલથાણ આશિર્વાદ રેસીડેન્સીમાં રહેતા નેહલ કાંતિલાલ અનિલ અને અઠવાલાઇન્સ અમરીકુંજ સોસાયટીમાં રહેતા ચારૂલ જીતેન્દ્રકુમાર બારોટની ઉધના મગદલ્લા રોડની રઘુવીર બિઝનેશ પાર્ક-૧ના શોપીંગ સેન્ટરમાં આવેલી દુકાન પર કોટક મહિન્દ્રા બેંકમાંથી મોર્ગેજ લોન લીધી હતી. ત્યારબાદ આ દુકાન ઓમપ્રકાશ અગ્રવાલ અને ત્રિલોકચંદ મદનલાલ ગોયેલને કબજા સહિતના વેચાણ સાટાખત કરી આપ્યો હતો. અને અવેજમાં પૈસા મેળવ્યા હતા. ત્યારબાદ આ મિલ્કત ફરીથી ત્રણેય જણાંએ રાકેશભાઇને કબજા સહિતનો વેચાણ સાટાખત કરી આપી રૂ.૧૨ લાખ મેળવ્યા હતા. પરંતુ આ મિલ્કત પહેલેથી જ વેચાણ થઇ ગઇ હોવાનું અને તેના પર મોર્ગેજ લોન હોવાનું સામે આવતા રાકેશભાઇએ પોતાના પૈસા પરત માંગ્યા હતા. પરંતુ ત્રણેય જણાંએ આ પૈસા અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતા. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું ભાન થતાં રાકેશભાઇએ ઉમરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application