Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:બોગસ ડોકયુમેન્ટો રજુ કરી ૧૨ જણાંએ બેંક સાથે લાખોની ઠગાઇ કરી:પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

  • November 12, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:રીંગરોડ ટ્વેન્ટ ફર્સ્ટ સેન્ચુરી બિઝનેશ સેન્ટરમાં આવેલી મુથુટ હોમફીન ઇન્ડીયા લીમીટેડ નામની હાઉસીંગ ફાયનાન્સ કંપની સાથે લાખો રૂપિયાની છેતરપીંડી થઇ હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે.અડાજણ રાજ પેલેસ કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં રહેતા દેવાંગભાઇ ભરતગીરી ગોસાઇ રીંગરોડ ટવેન્ટી ફર્સ્ટ સેન્ચુરી બિઝનેશ સેન્ટરમાં મુથુટ હોમફીન ઇન્ડીયા લિમીટેડ હાઉસીંગ ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ૨૦૧૭-૧૮ના સમયગાળામાં પલસાણા વરેલી ગામ સ્થિત ટાઇમ્સ સ્કવેર રેસીડેન્સીમાં રહેતી ગાયત્રી ­સાદ અવધ નારાયણ યાદવ અને જવાલાસીંગ રામ­વેશ સિંઘ જી.એ.એન્ડ કંપની તથા ગાયત્રી ­સાદ કોન્ટ્રાકટરના ­પ્રોપાઇટર ન હોવા છતાં ગ્રાહકોને પોતે ­પ્રોપાઇટર હોવા અંગેના બનાવટી ડોકયુમેન્ટો બનાવ્યા હતા. ત્યારબાદ પોતાની કંપનીના ખોટા બનાવટી નોકરીના­માણપત્ર અને પગાર સ્લીપ બનાવી હતી. ત્યારબાદ ખોટા ગ્રાહકો ઉભા કરી મુથુટ હોમફીન ઇન્ડીયા લિમીટેડ હાઉસીંગ ફાયનાન્સ કંપનીમાં રજુ કર્યા હતા. ત્યારે મુથુટ હોમફીનમાં તે વખતે પુણા સરીતા વિહાર સોસાયટીમાં રહેતો ઘનશ્યામ ભુપત રામાણી રીલેશનશીપ ઓફીસર, કતારગામ અવધુત નગર સોસાયટીમાં રહેતો યોગેશ રમેશ મૌર્યા અને જામનગર રણજીત નગરમાં રહેતો વિમદ મહાજન ક્રેડીટ મેનેજર તરીકે નોકરી કરતા હતા. આ તમામે એકબીજાની મદદગારીથી પલસાણા ટાઇમ્સ સ્કવેર રેસીડેન્સીમાં રહેતી ખુશ્બુદેવી ­મોદ ચોરસીયા ,મનિષકુમાર લાલજી પાંડે,મનુ રમણ વાઘેલા,રંજનકુમાર નાગેન્દ્ર તિવારી ,મનોજ ­દીપકુમાર મિશ્રા ,રામરાજ શ્યામલાલ પટેલ અને પરવટ પાટીયા ગોલ્ડ સીટીમાં રહેતો સુનિલ મુલચંદ માલીને મકાન પર હોમલોન કરી આપી હતી. પરંતુ આ તમામે સમયસર હપ્તા ભર્યા ન હતા. જેથી બેંકે ઉઘરાણી માટે નોટીશો પાઠવી હતી. તેમ છતાં હપ્તા ન ભરતા દેવાંગભાઇએ તપાસ કરતા તેઓએ રજુ કરેલા તમામ ડોકયુમેન્ટો બોગસ હોવાનું સામે આવ્યુ હતુ. બેંક સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવતા દેવાંગભાઇએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application