નવી દિલ્હી:ભારતીય સેનાના જવાનોને જાસુસીની જાળમાં ફસાવવા માટે અત્યાર સુધી પાકિસ્તાન સુંદર મહિલાઓનો ઉપયોગ કરતું હતું. હવે પાકિસ્તાને નવો જ રસ્તો અખત્યાર કર્યો છે. સેનાએ પોતાના જવાનોને નકલી સાધુ - સંતોથી સાવધ રહેવાની ચેતવણી આપી છે. સાધુ - સંતોના વેશમાં તે પાકિસ્તાની એજન્ટ પણ હોઇ શકે છે. એવું સેનાનું કહેવું છે. એક અહેવાલમાં કહેવાયું છે કે પાકિસ્તનના જાસુસો સંવેદનશીલ જાણકારી મેળવવા માટે સાધુ-સંતનો વેશ ધારણ કરીને જવાનોને અને તેમના પરિવારને પોતાની તરફ આકર્ષી રહયા છે. પાકિસ્તાનની કુખ્યાત જાસુસી સંસ્થા આઇએસઆઇ દ્વારા હવે આ નવો રસ્તો અપનાવાયો છે. સૈન્ય અધિકારીઓના કહેવા પ્રમાણે પાકિસ્તાની જાસૂસો સૈનિકોને ફસાવવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. સેનાએ આવા ૧પ૦ સોશ્યલ મીડિયા અકાઉન્ટની ઓળખ કરી છે. આ અકાઉન્ટ પાકિસ્તાની જાસૂસોના હોઇ શકે છે. સેનાએ પોતાના જવાનોને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવધ રહેવાની ચેતવણી આપી છે.પાકિસ્તાની એજન્ટો સેનાના ઉચ્ચ અધિકારીઓના મોબાઇલ-નંબર મેળવવા માટે પણ ધમપછાડા કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application