તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત શહેરની પુણા પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસે વાહનચેકિંગ વેળા ૨ દેશી તમંચા,૨૦ જીવતા કારતૂસ,ચપ્પુ સહિતના ઘાતક હથિયારો સાથે વાલોડમાં રહેતા યુવકને પકડી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર પુણા પોલીસ મથકનો સ્ટાફ પીઆઇ ગડરિયાના સુપરવિઝન હેઠળ નિયોલ ચેકપોસ્ટ પાસે વાહનચેકિંગ કરી રહ્યો હતો.દરમિયાન પોલીસ કર્મીઓ રવિન્દ્ર ખંડુભાઇ અને તુષાર ગરબડભાઇએ કડોદરા તરફથી આવતી સફેદ કલરની સ્વીફ્ટ કાર જીજે/૨૬/એન/૫૩૫૩ ને શંકાના આધારે અટકાવવાની કોશિશ કરી હતી. જોકે,પોલીસને જોઇ ડ્રાઇવરે કાર ઉભી રાખી કારમાંથી ઉતરી કુંભારિયા તરફ ભાગી ગયો હતો. પોલીસે કારની તલાશી લીધી હતી.જેમાં ડ્રાઇવર સાઇડના ખાના માંથી દેશી હાથ બનાવટના બે તમંચા,૨૦ જીવતા કારતૂસ,એક ચપ્પુ,બેઝ બોલનો દંડો મળી આવ્યો હતો.પોલીસે કારમાં બેસેલા મુકેશ અનારસિંહ ગણપત ચૌધરી (ઉ.વ.૩૨) રહે-ગાંધી ફળિયું,વાલોડ-તાપી ની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ મુકેશ મેળામાં ચગડોળ રાખવાનું કામ કરે છે.થોડાં દિવસ પહેલાં કડોદરા પાસે ભરવાડ યુવક સાથે તેનો ઝઘડો થયો હતો. આ બબાલમાં હુમલો થાય એવી શંકાથી સ્વબચાવમાં તેણે ગોધરા રેલવે સ્ટેશન ખાતે એક યુવક પાસેથી રૂપિયા ૪૦ હજારમાં તમંચો ખરીદો હોવાનું પોલીસને જણાવ્યું હતુ.ભાગી ગયેલો ડ્રાઇવર તેનો મિત્ર જીતુ હોવાનું જણાવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.આર્મ્સ એક્ટનો ગુનો નોધી પુણા પોલીસે મુકેશ ચૌધરીની ધરપકડ કરી હતી.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application