Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અયોધ્યા મુદ્દે ઐતિહાસિક ચુકાદો:મુસ્લિમ પક્ષ જમીન પર દાવો કરવામાં નિષ્ફળ રહી

  • November 10, 2019 

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગાઇના નેતૃત્વવાળી પાંચ સભ્યોવાળી સંવિધાન પીઠે કહ્યું કે ચુકાદો આસ્થાના ના આધાર પર નહી થાય.સુપ્રીમ કોર્ટે કહ્યું કે આસ્થાના આધાર પર જમીનનો માલિકી હક આપી ન શકાય. ચુકાદો કાનૂનના આધાર પર આપવામાં આવશે. ત્યારબાદ કોર્ટે કહ્યું કે મુસ્લિમ પક્ષ જમીન પર દાવો કરવામાં નિષ્ફળ રહી છે.હિંદુઓની આસ્થા પર કોઇ વિવાદ નથી.ખોદકામ દરમિયાન જે મળ્યું હતું તે ઇસ્લામિક ઢાંચો નથી.ખાલી જમીન પર બાબરી મસ્જિદ બનાવવામાં આવી ન હતી. ◆સુપ્રીમ કોર્ટે શું ચુકાદો સંભળાવ્યો:એક નજર કરીએ.. 1.સુપ્રીમ કોર્ટે જમીન રામલલા બિરાજમાનને આપી દીધી છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે ત્રણ મહિનામાં રામ મંદિર નિર્માણને લઇને ટ્રસ્ટ બનાવવામાં આવે.બોર્ડ ઓફ ટ્રસ્ટી બનાવે. વિવાદિત સ્થળનું આઉટર કોર્ટયાર્ડ હિંદુઓને મંદિર બનાવવા માટે આપવામાં આવે. આ ટ્રસ્ટને કેન્દ્ર સરકાર જ સંભાળશે.પક્ષકાર ગોપાલ વિશારદને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. 2.અયોધ્યામાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર પાંચ એકર વૈકલ્પિક જમીન સુન્ની વકફ બોર્ડને આપી. એટલે કે સુન્ની વક્ફ બોર્ડને વિવાદિત જમીનથી અલગ અયોધ્યા શહેરમાં કોઇ અન્ય જગ્યાએ જમીન મળશે.કોર્ટે કહ્યું કે મુસ્લિમ પક્ષ વિવાદિત જમીન પર દાવો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. 3.સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાના દાવાને નકારી કાઢ્યો છે. કોર્ટે કહ્યું કે અખાડાને દાવો લિમિટેશનથી બહાર છે. 4.સુપ્રીમ કોર્ટે કહ્યું કે શિયા વક્ફ બોર્ડનો દાવો બનતો નથી. તેને નકારવામાં આવે છે. આ પહેલાં શિયા વકફ બોર્ડના વકીલ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે અમારું કહેવું હતું કે મીર બાકી શિયા હતા અને કોઇપણ શિયાની બનાવવામાં આવેલી મસ્જિદને કોઇ સુન્નીને ન આપી શકાય.એટલા માટે તેનાપર અમારો અધિકાર બને છે અને તેને અમને આપવામાં આવે.શિયા વકફ બોર્ડ ઇચ્છે છે કે ત્યાં ઇમામ-એ-હિંદ એટલે કે ભગવાન રામનું ભવ્ય મંદિર બને,જેથી હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરૂ પાડી શકાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application