નવી દિલ્હીઃ અયોધ્યા રામજન્મભૂમિ જમીન વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવી ગયા બાદ રાત્રે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં એક્તાનો સંદેશો આપ્યો, સાથે જ એમ પણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે રામ મંદિરના નિર્માણનો ચૂકાદો આપ્યો છે અને હવે દેશના દરેક નાગરિક પર રાષ્ટ્રનિર્માણની જવાબદારી વધી ગઈ છે. વડાપ્રધાન મોદીએ સાથે જ 9 નવેમ્બરને એક ઐતિહાસિક તારીખ જણાવી છે. તેમણે કહ્યું કે, આ તારીખ એક સાથે આગળ વધવાનો સંદેશો આપી રહી છે.પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આપણે સાથે ચાલીને આગળ મંજિલો મલશે. નવા ભારતમાં ભય, દુશ્મનાવટ, નકારાત્મક્તાને કોઈ સ્થાન નહીં મળે.
◆વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં એક્તાનો સંદેશો આપ્યો.......
1. સુપ્રીમ કોર્ટના ચૂકાદાને દેશના દરેક વર્ગે સ્વીકાર્યો છે, જે પરંપરાઓ અને સદભાવની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
2. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દેશના ન્યાયાધિશ, ન્યાયાલય અને આપણી ન્યાય પ્રણાલી અભિનંદનના અધિકારી છે.
3. ગમે તેટલો જટિલ મુદ્દો કેમ ન હોય, તેનો ઉકેલ બંધારણના દાયરામાં રહીને લાવી શકાય છે એ વાતનું આ ચૂકાદો શ્રેષ્ઠ ઉદાહરણ છે.
4. 9 નવેમ્બર એ તારીખ છે, જે આપણને સાથે રહીને આગળ વધવાનો બોધપાઠ આપે છે. આજના દિવસનો સંદેશો જોડવાનો, જોડાવાનો છે અને ભેગામળીને જીવવાનો છે.
5. 9 નવેમ્બરના રોજ જ બર્લિનની દિવાલ પડી હતી. ત્યાર પછી બે વિરુદ્ધ વિચારધારાના લોકોએ ભેગા થવાનો સંકલ્પ લીધો હતો.
6. 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરની શરૂઆત થઈ છે. જેમાં ભારત અને પાકિસ્તાન બંને દેશનું યોગદાન રહ્યું છે. આ તારીખ આપણને સાથે મળીને આગળ વધવાનો સંદેશો આપે છે.
7. નવા ભારતમાં ભય, દુશ્મનાવટ, નકારાત્મક્તાને કોઈ સ્થાન નથી.
8. સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આપણા માટે એક નવી સવાર લઈને આવ્યો છે. હવે નવી પેઢીએ નવેસરથી ન્યૂ ઈન્ડિયાના નિર્માણમાં જોડાવાનું છે.
9. સુપ્રીમ કોર્ટનો ચૂકાદો વિવિધતામાં એક્તાનું દર્શન કરાવે છે.
10. વડાપ્રધાને શાંતિ અને સોહાર્દનું આવું જ વાતાવરણ આગળ પણ જાળવી રાખીને દેશવાસીઓને ખભે-ખભા મિલાવીને દેશની પ્રગતિમાં યોગદાન આપવા અપીલ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500