Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોધરા કાંડનો આરોપી પેરોલ પર છુટ્યા બાદ ફરાર:પોલીસ દોડતી થઈ

  • November 08, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વડોદરા : ગોધરા કાંડનો આરોપી અને વડોદરા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ બીલાલ અબ્દુલ્લા ઇસ્માઇલ બદામ ઘાંચી પેરોલ પર બહાર આવ્યો હતો. જો કે પેરોલ પુરી થવા છતા હાજર નહી થતા જેલરે રાવપુરાપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ગોધરા કાંડનો આરોપી અને આજીવન સજા ભોગવી રહેલ ઇસ્માઇલ પાડા પણ પેરોલ પર ગયા બાદ હાજર નહી થતા તેની વિરુદ્ધ પણ ફરાર થયો હોવાની ફરિયાદ દાખલ થઇ હતી.ગોધરા કાંડમાં સેશન્સ કોર્ટ દ્વારા બીલાલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આજીવન કેદની સજા થયા બાદ વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન હાઇખોર્ટનાં હુકમ બાદ 04-10-2019ના રોજ 15 દિવસની પેરોલ પર છોડવામાં આવ્યો હતો. જો કે બિલાલને 24-10ના રોજ હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થતા જેલર જે.સી ગોહીલે રાવપુર પોલીસ મથકમાં કેદી બિલાલ ફરાર થઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ગુનો નોંધીને પોલીસ તપાસ ચાલુ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application