Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિન શૈક્ષણીક કામોમાંથી શાળાના શિક્ષકોને સંપૂર્ણ પણે મુક્તિ

  • November 06, 2019 

નવી દિલ્‍હી:શાળાના શિક્ષકોને રાહત આપનારા એક મોટા સમાચાર છે. આગામી દિવસોમાં તેમને બધા બિન શૈક્ષણીક કામોમાંથી સંપૂર્ણ પણે મુકત કરવામાં આવી શકે છે. એટલે પછી તેમના પર ફકત અને ફકત બાળકોને ભણાવવાની જ જવાબદારી રહેશે. અત્‍યારે શાળામાં ભણાવતા શિક્ષકોનું સૌથી વધુ ધ્‍યાન બાળકોનું મધ્‍યાન્‍હ ભોજન તૈયાર કરાવવા અને તેમને જમાડવા પર જ રહે છે. આ ઉપરાંત મતદાર યાદી તૈયાર કરવી, વસ્‍તી ગણતરી જેવા કામો પણ તેમના ભાગે આવે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પ્રસ્‍તાવિત નવી શિક્ષણ નીતિના પોતાના આખરી મુસદામાં શાળાના શિક્ષકોને બિન શૈક્ષણીક કાર્યોમાંથી સંપૂર્ણ પણે મુકત કરવાની ભલામણ કરી છે. સાથે જ આશા વ્‍યકત કરી છે કે તેનાથી શાળાકીય શિક્ષણની ગુણવતામાં સુધારો જોવા મળશે. નવી શિક્ષણ નીતિ તૈયાર કરનાર કમીટીએ પોતાના શરૂઆતની મુસદામાં પણ શિક્ષકોને મધ્યહન ભોજનની કામગીરીથી દુર રાખવાની ભલામણ કરી હતી. જો કે મંત્રાલયે તેમાં સુધારો કરીને તેમને બધા બિન શૈક્ષણીક કામોથી દુર રાખવાનું સુચન કર્યુ છે. આ પગલું એટલે મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે, કેમ કે શાળાઓમાં શિક્ષકોની પહેલાથી જ અછત છે. એક રિપોર્ટ અનુસાર, દેશભરની શાળાઓમાં મંજૂર થયેલી જગ્‍યાઓની સામે શિક્ષકોની દસ લાખ જગ્‍યાઓ ખાલી પડી છે.  મંત્રાલયે આના કારણે જ આવી ભલામણો કરી છે. પ્રસ્‍તાવિત નવી શિક્ષણ નીતિનો રિપોર્ટ ટૂંક સમયમાં જ કેબિનેટ સમક્ષ રજૂ  થવાનો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application