તાપીમિત્ર ન્યુઝ,સુરત: સગરામપુરા શ્યામ ચેમ્બરમાં આવેલી એક બંધ એલ.આઇ.સી.ની ઓફીસમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ ઓફીસની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઓફીસના ડ્રોવરમાંથી રોકડા રૂ.૫૦ હજાર , ડીવીઆર મળી કુલ રૂ.૫૬ હજારની ચોરી કરી સીસીટીવી કેમેરાનું નુકશાન કરી ભાગી છુટ્યા હતા. શહેરના સગરામપુરા વિસ્તારમાં ચામુંડા રેસ્ટોરન્ટની બાજુમાં આવેલા શ્યામ ચેમ્બર્સમાં ત્રીજા માળે એલઆઇસી એજન્ટ નરેશ બાબુભાઇ કાકડીયાની ઓફિસમાં તસ્કરો ત્રાટકયા હતા. ગત રોજ ઓફિસ આસીસટન્ટ આકાંક્ષા ટુંડીવાલા ઓફિસને બંધ કરીને ગયા બાદ સવારે રાબેતા મુજબ ઓફિસ ખોલી હતી. પરંતુ ઓફીસમાં કંઇ અજુગતુ થયું હોવાનું ઉધના ઓમ સાંઇ શ્રી જલારામ નગરમાં રહેતા અને કલેકશન બોય તરીકે નોકરી કરતા મીતેશ દિલીપ ઠાકોરને ભાન થયું હતુ. જેથી ઓફીસની પાછળના ભાગે આવેલી એજન્ટ નરેશભાઇની ઓફિસમાં ગયો હતો ત્યારે સરસામાન વેરવિખેર હતો અને સીસીટીવી કેમેરાની તોડફોડ અને ડી.વી.આર નજરે ન્હોતા પડતા તુરંત જ એજન્ટને જાણ કરી હતી. જેથી નરેશભાઇ તુરંત જ દોડી આવ્યા હતા અને ટેબલના ખાનામાં મુકેલા રોકડા રૂ. ૫૦ હજાર અને રૂ.૬ હજારનું ડીવીઆર પણ ગુમ હતા.જેની જાણ થતા અઠવા પોલીસ દોડી આવી હતી અને તપાસ કરતા ઓફિસના પાછળના ભાગે બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાની તોડફોડ અને નુકશાન કર્યુ હતુ. આ બનાવ સંદર્ભે કલેકશન બોય મિતેશ ઠાકોરે અઠવા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application