તાપીમિત્ર ન્યુઝ,સુરત: સુરત રૂ. ૬૦ લાખની ઠગાઈ કરી વેસુના ઈલેકટ્રોનિકસ વ્યાપારીને આપઘાત માટે મજબુર કરનાર ૨ પૈકી એક ભાગીદારની ધરપકડમાર્કેટમાંથી મનોજ સૈનીના નામનો ચેક આપી રૂ. ૬૦ લાખનો માલ ખરીદ્યો અને પેમેન્ટના પૈસા ભાગીદારે દિકરીના લગ્નમાં ખર્ચી નાંખ્યા, ભાગીદારોએ પૈસા આપવાનો પણ ઇન્કાર કરી દીધો અને લેણદાર વ્યાપારીઓએ ઉઘરાણી કરતા ત્રસ્ત થઇ મનોજે ગળે ફાંસો ખાઇ લીધો હતો. ઇલેકટ્રોનિકસના ધંધામાં બે ભાગીદારો માર્કેટમાંથી રૂ. ૬૦ લાખનો સરસામાન પેમેન્ટ નહિ ચુકવી વિશ્વાસઘાત કરતા અને લેણદાર વ્યાપારીઓ દ્વારા પેમેન્ટની ઉઘરાણી કરતા નાસીપાસ થઇ જનાર વેસુના વ્યાપારીએ ગત જુલાઇ માસમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીઘો હતો. આ પ્રકરણમાં ઉમરા પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા આપનાર બે પૈકીના એક ભાગીદારની ધરપકડ કરી છે. વેસુના સનસાઇન એપાર્ટમેન્ટમાં રહેતા મનોજ રાજેન્દ્ર સૈની વિશાલ ધર્મચંદ નાહટા અને મનસુખ પયાજરા સાથે ન્યુ વિશાલ ઇલેક્ટ્રીક નામે વેસુના સોમેશ્વરા સર્કલ ખાતે ભાગીદારીમાં ધંધો કરતો હતો. વર્ષ ૨૦૧૮ ના ડિસેમ્બર મહિનામાં મનસુખ પયાજરાની દિકરીના લગ્ન હોવાથી મનોજ સૈનીના નામનો ચેક આપી માર્કેટમાંથી રૂ. ૫૦ થી ૬૦ લાખનો ઇલેકટ્રોનિકસનો સામાન ખરીદયો હતો. આ ઇલેકટ્રોનિકસ સામાન વેચાણની આવકના તમામ રૂપિયા મનસુખ પયાજરાની દિકરીના લગ્નમાં કરી નાંખ્યો હતો અને વ્યાપારીઓને પેમેન્ટ ચુકવ્યું ન્હોતું. બીજી તરફ વ્યાપારીઓ દ્વારા મનોજ પાસે ઉઘરાણી કરવામાં આવતી હતી. જેથી મનોજે વિશાલ અને મનસુખ પાસે પેમેન્ટ ચુકવવા પૈસાની માંગણી કરી હતી. પરંતુ બંન્ને ભાગીદારો દ્વારા પેમેન્ટ ચુકવતા ન્હોતા અને ગત તા. ૩૦ના રોજ સોમેશ્વરા સર્કલ ખાતેની ઓફિસમાં વિશાલ અને મનસુખે મનોજને તારાથી થાય તે કરી લે તેવી ધમકી આપી પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી મનોજ માનસિક તાણમાં આવી ગયો હતો અને બીજા દિવસે પત્ની ખુશ્બુ અને સંતાનો સાથે ઘરમાં હતો ત્યારે બેડરૂમમાં જઇ સાડીના છેડા વડે પંખા સાથે ફાંસો બાંધી આપઘાત કરી લીધો હતો. પોલીસને મનોજના હસ્તાક્ષર વાળી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેના આધારે જે તે વખતે પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.જે અંતર્ગત ગત રાત્રે મનસુખ શંકર પંચાસરાએ આપઘાત પૂર્વે મનોજે સ્યુસાઇડ નોટમાં શું લખ્યું હતું !
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application