Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેર માંથી રૂ.૧ લાખના ૮ મોબાઇલ ફોન અને રોકડ લુંટાઇ

  • October 21, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:શહેરમાં મોબાઇલ સ્નેચીંગ, રીક્ષાઓમાં ચોરી કરતી ગેગ અને ઘરોમાં ઘુસીને મોબાઇલ ચોરતી ગેગ ઘણી સક્રિય બની છે. આ ગેંગો મોબાઇલ અને રોકડ સહિતની કિંમતી ચીજ વસ્તુઓને ટારગેટ કરી લુંટ કરતા હોવાનું સામે આવી રહ્યું છે. મોટા ભાગના કિસ્સાઓમાં પોલીસ મથકોમાં માત્ર અરજી પછી કોઇ કાર્યવાહી ન થતાં મોબાઇલના ગુના ઉકેલાતા નથી. જેના કારણે શહેરમાં આવી ટોળકીઓ ખુબ જ સક્રિય બનતાં લોકોને ઘરોમાંથી બહાર નિકળવું અને રીક્ષામાં બેસવું ભારે પડી ગયુ છે. પોલીસ અવાર નવાર આવી ટોળકીઓને પકડી પાડ્યા બાદ પણ શહેરમાં ગુના ઓછા થવાના બદલે વધી રહ્યા છે. ફરી એકવાર શહેરના વિવિધ પોલીસ મથકોમાં રૂ.૧ લાખની મત્તાના ૮ મોબાઇલ, રોકડ , ડેબીટ કાર્ડ , પાન કાર્ડ સહિતની કિંમતી ડોકયુમેન્ટની ચોરી થઇ હોવાની ફરીયાદો અલગ અલગ પોલીસ મથકોમાં નોધાઇ છે. સુરત શહેરમાં એકલ દોકલ રાહદારીઓ અને વાહન ચાલકોને ટારગેટ કરી બાઇક પર ધસી આવતા મોબાઇલ સ્નેચરો હાથમાંથી મોબાઇલ લુંટીને ભાગી જતાં હોય છે. આ ઉપરાંત રીક્ષામાં મુસાફરી કરતાં લોકોને પણ રીક્ષા ચાલક અને તેના સાગરીતો આગળ પાછળ બેસવાનું કહી મોબાઇલ ફોન અને રોકડ ચોરી કરી રસ્તાની વચ્ચે ઉતારીને ભાગી જતાં હોય છે. શહેરમાં એક જ દિવસમાં વરાછા , પુણા , ખટોદરા , પાંડેસરા અને અડાજણ પોલીસ મથકની હદમાં રૂ.૧ લાખની મત્તાના ૮ મોબાઇલ , રોકડ અને કિંમતી ડોકયુમેન્ટો ચોરાયા હોવાની પાંચ ફરીયાદો નોધાઇ છે. પોલીસે ગુનો નોધી આજુબાજુ લાગેલા સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. લોકોએ પણ તહેવારોના દિવસે પોતાની માલ મત્તા સાચવવા માટે સતર્ક રહેવાની ખુબ જ જરૂર છે. આમ છેલ્લાં ૧ મહિનામાં શહેરમાં રોજના બે લાખથી વધુના મોબાઇલ ફોન લુંટાઇ રહ્ના છે. તેમ છતાં પોલીસ હજુ પણ નિષ્ક્રીય દેખાઇ રહી છે. સામી દિવાળીએ માર્કેટમાં ચહલ પહલ થતાં પોલીસ દ્વારા પેટ્રોલીંગના નામે માત્રને માત્ર લોકો પાસેથી દંડ વસુલવા સિવાય કોઇ કામ કરતા દેખાઇ રહ્ના નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application