તાપીમિત્ર ન્યુઝ,સુરત:વરાછા માતાવાડી વિસ્તારમાં પાંચ મહિના પહેલાં જામનગર ખાતેથી એક માતા પોતાની પુત્રીને લઇને આવી હતી. ત્યારબાદ પોતાના વતનના એક યુવક સાથે પુત્રીના લગ્ન કરાવવા માટે તેણી પર દબાણ કર્યુ હતુ. લગ્ન વગર યુવક સાથે પતિ-પત્ની તરીકે રહેવાનું જણાવી માતાએ પુત્રીની જીંદગી નરક સમાન બનાવી દીધી હતી. યુવકે બળજબરીપુર્વક સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોધાઇ છે. જામનગર જીલ્લાના ભાણવડ તાલુકાના કલાણપર ગામના વતની અને હાલ વરાછા માતાવાડી ઇશ્વરકૃપા સોસાયટીમાં ચિરાગ કાંતિ ચુડાસમા અને તેનો ભાઇ મિલન કાંતિ ચુડાસમા રહે છે. જુલાઇ ૨૦૧૯માં તેના જ વતનની એક મહિલા સોનલબેન પંકજપુરી ગોસાઇ પોતાની ૧૬ વર્ષની પુત્રીને લઇને સુરત આવી હતી. ચિરાગ સાથે લગન્ કરવાના છે તેવું પુત્રીને માતાએ જણાવ્યુ હતુ. તારે તેને પતિ તરીકે રાખવો પડશે. તેમ કહી લગ્ન વગર પુત્રીને ચિરાગને હવાલે કરી દીધી હતી. ચિરાગે ભાડાનું મકાન રાખી અવાર નવાર પોતાના ભાઇ મિલન અને તેણીની માતાની મદદગારીથી સગીરા સાથે શરીર સંબંધ બાંધી પોતાની હવસ સંતોષતો હતો. માતા સહિત બંને જણાંએ પોતાની તમામ હદ વતાવી દેતાં છેવટે સગીરાએ વરાછા પોલીસ મથકની મદદ લીધી હતી. પોલીસે બળાત્કાર અને મારામારી સહિતનો ગુનો નોધી આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application