Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબાઈલ પર પબજી ગેમ રમતા યુવાન પર લૂંટના ઇરાદે ચપ્પુથી હુમલો

  • October 19, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:કોસંબામાં મોબાઈલ પર પબજી ગેમ રમતા યુવાન પર લૂંટના ઇરાદે ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ બાદ ૧૦૮ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કોસંબામાં આવેલા પટેલ નગરમાં ૧૯ વર્ષીય પ્રતિક બાલા સાહેબ ગાયકવાડ પરિવાર સાથે રહે છે. પ્રતિક પરિવારનો એકનો એક દીકરો છે. જેથી રિક્ષા ચલાવી પરિવારને આર્થિક મદદ કરે છે. શુક્રવારે વહેલી સવારે પ્રતિક મોબાઈલમાં પબજી ગેમ રમી રહ્યો હતો. દરમિયાન બાઈક પર ઘસી આવેલા બે અજાણ્યા ઈસમોએ મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્રતિકે મોબાઈલ નહીં મૂકતા પડખાના ભાગે ચપ્પુ ઘુસાડી ભાગી ગયા હતા. ત્યારબાદ પ્રતિકે ઇજાગ્રસ્ત હાલતમાં મિત્ર મહેશ દુબેને ફોન કરી જાણ કરી હતી. મહેશ ઇજાગ્રસ્ત મિત્ર પ્રતીક ને તાત્કાલિક સારવાર માટે નજીક ની હોસ્પિટલ બાદ ૧૦૮ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. પ્રતિકે જણાવ્યું હતું કે, મોબાઈલ લૂંટના ઇરાદે હુમલો કરાયો હતો. બાઇક સવાર લૂંટારુઓ હિન્દી ભાષી હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application