તાપીમિત્ર-વ્યારા:તાપી જિલ્લા પોલીસવડા એન.એન.ચૌધરી નાઓએ પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા આપેલ સૂચનાના આધારે તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ ડી.એસ.લાડ તેમજ પોલીસકર્મીઓ એક ફરાર કેદીને ઝડપી પાડ્યો હતો. વ્યારા તથા ડોલવણ પોલીસ સ્ટેશન ચોપડે પોક્સો એક્ટ જેવા ગંભીર ગુન્હામાં લાજપોર મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કેદી નં.૧૭૦૩ પરેશ ઉર્ફે પ્રવિણભાઈ પરષોત્તમભાઈ ગામીત રહે,નાની ચીખલી,મોટુ ફળીયુ તા.વ્યારા જી.તાપી કે જે તા.૩૧/૦૮/૨૦૧૯ થી
તા.૨૨/૦૯/૨૦૧૯ ના રોજ સુધીની દિન-૨૧ ની પેરોલ રજા છુટેલ હતો જેને તા.૨૨/૦૯/૨૦૧૯ ના રોજ પરત જેલમાં હાજર થવાનું હતુ પરંતુ જેલમાં હાજર થયેલ નહિ અને ફરાર થઈ ગયેલ હતો.જેની સઘન તપાસમાં હતા તે દરમ્યાન હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતભાઈ નાઓને મળેલ બાતમીના આધારે ફરાર કેદીને વ્યારાના કપુરા ગામ માંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.અને બાકીની સજા ભોગવવા સારૂ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે યોગ્ય પોલીસ જાપ્તા સાથે મોકલી આપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application