તાપીમિત્ર ન્યુઝ-વ્યારા:સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ભરતીમેળા પખવાડીયાના ઉપલક્ષ્યમાં જિલ્લા રોજગાર કચેરી વ્યારા-તાપી દ્વારા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓને રોજગારી મળી રહે તે માટે તા.૨૮-૦૯-૧૯ના રોજ સવારે ૧૦ કલાકે આદિજાતિ,વન મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં ડો.શ્યામા પ્રસાદમુખર્જી હોલ નગર પાલિકા વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો "મેગા જોબ ફેર" અને એપ્રેન્ટીસ ભરતી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે,આ ભરતી મેળામાં ૩૫૦ થી જગ્યાઓની ભરતી માટે નગર પાલીકા વ્યારા-સોનગઢ ઉપરાંત અન્ય ૧૫ થી વધુ જિલ્લા/જિલ્લા બહારની ખાનગી કંપનીઓ ઉપસ્થિત રહીને ભરતી પ્રક્રિયા હાથ ધરશે.ધો-૮ થી ગ્રેજ્યુએટ, ITI (તમામ ટ્રેડ),ફાયર સેક્ટી, કોમ્પ્યુટર ઓપરેટર,પ્લાસ્ટીક પ્રોડક્ટ,BPO, BBA,BCA, B.A.M.S./ B.Pharm (ayurved),MBA,(કોપા,હેલ્થ & સેનેટરી ઈન્સ્પેક્ટર,ફાયરમેન,ડ્રાફમેન સિવિલ, ઈલેક્ટ્રીકલ,વાયરમેન,પ્લાસ્ટીક પ્રોસેસીંગ,મેકેનિક ડિઝલ,ફિટર,સિવણ) જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.ઉમેદવારોએ વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી અને જે તે તાલુકાની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500