તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લામાં આગામી દિવાળીના તહેવાર સંદર્ભે વ્યારા પ્રાંત ડિવિઝનમાં સમાવિષ્ટ વ્યારા,ડોલવણ,સોનગઢ અને વાલોડ તાલુકાઓમાં હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા ઈચ્છુક વેપારીઓએ સબંધિત મામલતદાર કચેરીએથી નિયત ફોર્મ મેળવી તેની સાથે ફાયર સેફ્ટી સાધનોની ઉપલબ્ધતા સહિતના જરૂરી આધાર પુરાવા,દસ્તાવેજો તથા નિયત ફી ના ચલણ સાથે તા.૧૦/૧૦/૧૯ સુધીમાં કચેરી સમય દરમિયાન રુબરૂમાં જમા કરવાનું રહેશે.નિયત ફોર્મ અરજી ફોર્મ સિવાય તથા ટપાલ કે અન્ય રીતે મોકલવામાં આવેલ તથા સમય મર્યાદા બહારની અરજીઓ સ્વીકારવામાં આવશે નહી.હંગામી ફટાકડા વેચાણના લાયસન્સ વિના વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તેમ વ્યારા પ્રાંત અધિકારી તુષાર જાની દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application