તાપીમિત્ર ન્યુઝ-વ્યારા:તાપી જિલ્લા કલેકટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં આજે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ તથા પુરવઠા સલાહકાર સમિતીની બેઠક યોજાઇ હતી.બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો મોહનભાઈ ડોઢિયા, સુનિલભાઈ ગામીત,પુનાજી ગામીત સહિત પદાધિકારીઓ દ્વારા રજુ થયેલ પ્રશ્નોને અગ્રતા આપી સત્વરે નિરાકરણ લાવવા કલેક્ટર હાલાણીએ સબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
સંકલન ભાગ-૨ની બેઠક દરમિયાન કલેક્ટરે લોકોની પ્રાથમિક જરૂરિયાતના કામોને અગ્રીમતા આપવાનું જણાવી ખાસ કરીને નવા વાહન અધિનિયમ-૨૦૧૯ અન્વયે પીયુસી સહિત કરવાની થતી સંલગ્ન કામગીરીમાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે જોવા સબંધિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. તેમણે સઘન અમલીકરણ દ્વારા યોજનાકિય લાભો જરૂરિયાતમંદોને સરળતાથી મળી રહે તે માટે પરસ્પર સંકલન અને વ્યવહારૂ અભિગમ કેળવી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. તદઉપરાંત નિવૃત થયેલા કર્મચારીઓને નિવૃતિ લાભો સમયમર્યાદામાં મળી જાય તે જોવા તથા સરકારી લેણા વસુલાત બાબત કામગીરીને ગંભીરતાથી લેવા તાકીદ કરી હતી.આ તકે તમામ અધિકારીઓને સંપૂર્ણ તૈયારી સાથે સંકલનની બેઠકમાં હાજર રહેવા સુચન કર્યુ હતુ.બેઠક દરમિયાન નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓના નિકાલ, આગામી ૨૪ માસમાં નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા, એ.જી.ઓડિટના બાકી પેરાઓ,નિકાલ માટેના બાકી કાગળો,વસુલાત,ખાતાકિય તપાસ,સી.એમ.ડેશબોર્ડ યોજનાઓની કામગીરી, મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તેમજ આગામી તા.૧લી ઓક્ટોબરથી અમલી થનાર ઈ-સ્ટેમ્પીંગ બાબતે હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતે સમીક્ષા કરવામાં આવી હતી.સમગ્ર બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયાએ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application