તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલના પાંખરી ગામની સિમ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર આવેલ ચચરબૂંદા બસ સ્ટોપ નજીક આજરોજ અજાણ્યા વાહનચાલકે તેનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્પેલેન્ડર પલ્સ મોટર સાયકલ નંબર જીજે-૨૬-બી-૨૮૦ ને જોરથી ટક્કર મારતા સર્વેશભાઈ ભાંગાભાઈ વસાવા (ઉ.વ.૩૭)રહે,નિશાળ ફળીયું,બોરદા-સોનગઢ નાઓનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે ભીમસિંગભાઈ સેગાભાઈ ગામીતને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે ધર્મેશભાઈ જીવલાભાઈ વસાવા રહે,આમલપાડા,ડુંગરી ફળીયું-સોનગઢ નાઓની ફરિયાદને આધારે અજાણ્યા વાહનચાલક સામે ઉચ્છલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application