તાપીમિત્ર ન્યુઝ,ગાંધીનગર:ગાંધીનગર ખાતે કેબિનેટની એક બેઠક મળી હતી,જેમાં આરટીઓના નવા નિયમના અમલીકરણની ચર્ચા કરવામાં આવી હતી.ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ કાયદાને લઈને મોટી જાહેરાતો કરાઈ છે.નવા મોટર વ્હીકલ એક્ટ-૨૦૧૯ ની સમય મર્યાદા ૧૫ ઓક્ટોબર સુધી વધારાઈ દેવાઈ છે.તેમજ પીયુસી સેન્ટર પર લાંબી લાઈનોની સમસ્યાને લઈને નવા પીયુસી સેન્ટર પણ ઝડપથી ખૂલશે.તેમજ નવી ટુ વ્હીલર ખરીદવાની સાથે ISI માર્કાવાળુ્ હેલ્મેટ ફ્રીમાં આપવાનું રહેશે.આમ, ટ્રાફિકના નિયમોને લઈને રાજ્ય સરકારે નાગરિકોને રાહતના સમાચાર આપ્યા છે.વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ટ્રાફિકના નિયમોને લઈને પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું કે,નવા નિયમોના અમલીકરણ માટે સરકારે જે જાહેરાત કરી છે,અને સમાજ જીવન દ્વારા જે રજૂઆત કરાઈ રહી છે,તેને લઈને હકારાત્મક નિર્ણય લેવાયો છે.મોટર વ્હીકલ એક્ટને લાગુ કરવાની મુદત ૧૫ ઓક્ટોબર સુધી વધારાઈ છે.હેલ્મેટ ઉપલબ્ધ નહીં થાય એ વાતને હકારાત્મક લઈને ૧૫ ઓકટોબર સુધીની મુદત લંબાવવામાં આવી છે.પીયુસી સેન્ટરની રજૂઆત મામલે સમયમર્યાદા ૧૫ દિવસ વધારાઈ છે.પીયુસી સેન્ટર જલ્દીથી ખૂલે તે માટે ઝડપથી ટેન્ડર પ્રોસેસ કરીને નવા ૧૫૦ પીયુસી સેન્ટર ખૂલે તે માટે ઝડપી પ્રયાસો કરાશે.તેમહ નવા ટુ વ્હીલર વાહનો જે ડીલર પાસેથી ખરીદવામાં આવશે,ત્યારે જે-તે એજન્સી અને ડીલર નવુ આઈએસઆઈ માર્કવાળું હેલ્મેટ ફ્રી આપવાનું રહેશે.આ નિયમ આજથી અમલમાં આવશે તેમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application