તાપીમિત્ર-વ્યારા:આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારો માટે નિયત માપદંડો ધરાવતા સામાજિક,આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ની યાદીમાં સમાવિષ્ટ પરિવારોને કુટુંબ દીઠ વાર્ષિક રૂ.૫(પાંચ) લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડવા માટે તા.૦૧/૦૩/૨૦૧૯થી મુખ્યમંત્રી અમૃતમ ‘મા’ યોજના,’મા-વાત્સલ્ય’ યોજનાનાં તમામ લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવાની શરૂઆત કરેલ છે.લાભાર્થીઓ યોજના અંતર્ગત જોડાયેલી કોઇપણ સરકારી/ સરકારી અનુદાન મેળવતી સંસ્થાઓ/ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી શકે છે.આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનાં અમલીકરણને આગામીતા.૨૩ સપ્ટેમ્બરે એક વર્ષ પૂર્ણ થતા ભારત સરકારે સમગ્ર દેશમાં તા.૧૫મીથી તા.૨જી ઓકટોબર-૧૯ દરમિયાન ‘આયુષ્માન ભારત પખવાડિયા’તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે.આ પખવાડિયા ઉજવવાનો મુખ્ય ઉદેશ યોજનાનો પ્રચાર પ્રસાર કરી જાગૃતિ ફેલાવવાનો છે,તેથી લાભાર્થીઓને યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહે અનેવધુમાં વધુ લોકો યોજનાનો લાભ મેળવી શકે.ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી તાપી દ્વારા તાજેતરમાં પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતુ,જેમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય શાખાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહેલ.આ રેલીને આર.સી.એચ. ઓ,ડો.બીનેશ ગામીતે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતુ.આગામી તારીખ ૨૨મી સપ્ટેમ્બર સુધી જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર NCD સ્ક્રીનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે તેમજ તાલુકા આરોગ્ય કચેરી પર પણ વર્કશોપ દ્વારા જનજાગૃતિ માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવશે આ અંતર્ગત તા.૨૩.૦૯.૨૦૧૯ ના રોજ આયુષ્માન ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે ઉપરાંત તાપી જિલ્લાના અલગ-અલગ ગામડામાં ભવાઈ તેમજ નાટક દ્વારા પ્રચાર-પ્રસાર ની પ્રવૃત્તિ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application