તાપીમિત્ર ન્યુઝ-વ્યારા:બહુલ આદિવાસી વસતિ ધરાવતા તાપી જિલ્લા સહિત આસપાસના વિસ્તારોના જરૂરિયાતમંદ દર્દીઓને સ્થાનિક સ્તરે એક જ સ્થળે તમામ પ્રકારની આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે પ્રભારીમંત્રીના માર્ગદર્શન હેઠળ આગામી નવેમ્બર માસમાં મેગા મેડીકલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.ચોમાસા બાદ માથુ ઊંચકતા સંભવિત રોગચાળાને નાથવા તથા જરૂરિયાતમંદ દર્દીઓને ઘર આંગણે જ તબીબી સેવા ઉપલબ્ધ કરાવવા માટે આયોજિત મેડિકલ કેમ્પના આયોજન વ્યવસ્થા સંદર્ભે નર્મદા અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી યોગેશભાઈ પટેલે રીવ્યુ મીટીંગ યોજી સબંધિત અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.આ માટે જરૂરી તમામ આયોજન,વ્યવસ્થા બાબતે પ્રાથમિક સ્તરે માર્ગદર્શન આપતા મંત્રીશ્રીએ છેવાડાના દર્દીઓને તમામ પ્રકારની સુશ્રૃષા એક જ સ્થળે મળી રહે તે માટે કેમ્પમાં આવનારનાર તજજ્ઞ તબીબો,નિષ્ણાંતો,દર્દીઓ તેમના સગાસંબંધીઓ,મહાનુભાવોને લગતી આનુષાંગિક વ્યવસ્થાઓનું સુચારૂ આયોજન કરવા જણાવ્યું હતુ.તેમણે ગરીબ આદિવાસી અને જરૂરિયમંદ લોકો માટે લાભદાયી એવા આ કાર્યક્રમને વધુ લોકભોગ્ય બનાવવા માટે,જિલ્લાના જનપ્રતિનિધિઓ,સમાજશ્રેષ્ઠીઓ,પ્રબુદ્ધ નાગરીકો,સ્વૈચ્છિક-ધાર્મિક સેવાસંસ્થાઓનો સહયોગ મળી રહે તેવા પ્રયાસોની હિમાયત કરી સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન જાળવી મેડીકલ કેમ્પને સફળ બનાવવા માટે અપીલ કરી હતી.દરમિયાન તાપી જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી અને જિલ્લા વિકાસ અધિકારી નેહાસીંઘે પણ કાર્યક્રમ સંદર્ભે જરૂરી રચનાત્મક સુચનો કરી માર્ગદર્શન આપ્યુ હતુ.
બેઠક્ની શરૂઆતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલે મેગા કેમ્પ સંદર્ભે કરવામાં આવેલ તબક્કાવાર આયોજનની જાણકારી આપતા પ્રથમ તબક્કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ પાંચ હજાર લાભાર્થીઓનું સ્ક્રિનિંગ, ફિલ્ડ વર્કરોને તાલીમ,બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરી દર્દીઓની યાદી તૈયાર કરી બે લાખ વ્યક્તિઓનું સ્ક્રિનિંગ કરવાનો લક્ષ્યાંક બાદ સ્પેશ્યાલીસ્ટ સેવા અને નિદાન,સર્જરી સહિત કેમ્પમાં પુરી પાડવામાં આવનાર સુવિધાઓ અન્ય વિસ્તારોની હોસ્પિટલોના તજજ્ઞોની મળનાર સેવાઓ સહિત જરૂરી આનુસંગિક બાબતોની વિસ્તૃત છણાવટ કરી હતી.બેઠકમાં પોલિસવડા એન.એમ.ચૌધરી,ડી.સી.એફ.આનંદકુમાર,અધિક નિવાસી કલેક્ટર બી.બી.વહોનીયા, નગર પાલિકા પ્રમુખ મહેરનોશ જોખી,પક્ષ પ્રમુખ જયરામભાઈ ગામીત,વ્યારા પ્રાંત તુષાર જાની, પુરવઠા અધિકારી નૈતિકા પટેલ,સંકલિતબાળ વિકાસ અધિકારી ડો.કે.ટી.ચૌધરી,સિવિલ હોસ્પિટલના ડો.ચપટવાલા, ચીફ ઓફિસર શૈલેષ પટેલ સહિત મેડિકલ સંસ્થાઓના પ્રતિનીધીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500