તાપીમિત્ર ન્યુઝ-વ્યારા:ઉચ્છલ તાલુકાનાં છાપટી ગામે રહેતી મહિલાએ બે વર્ષ પહેલાં પોતાનું તાજું જન્મેલું બાળક ત્યજી દીધું હતું.આ અંગે ઉચ્છલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.ઉચ્છલ તાલુકાની કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી હતી.આ મહિલાએ નીચલી કોર્ટનાં આ હુકમને તાપી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકાર્યો હતો,પરંતુ નામદાર કોર્ટે ગુનાની ગંભીરતા લઈને આ હુકમને કાયમ રાખતો આદેશ કરતા મહિલાને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે.તાપી જીલ્લાના ઉચ્છલ તાલુકામાં છાપટી ગામે રહેતાં દામુભાઈ ગામીતની પુત્રી મનિષાબેન વિરૂદ્ધ આ અંગેનો ઉચ્છલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.આ ફોજદારી કેસ નં.89/2017 કોર્ટમાં ચાલ્યો હતો.ઉચ્છલ કોર્ટે તા.30મી એપ્રિલ 2019 નાંરોજ ઈન્ડીયન પિનલ કોડની કલમ 317 મુજબ મનિષાબેનને 3 વર્ષની સજા ફટકારી હતી.આ અંગે મનિષાબેનએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.અપીલ ઉપર સુનાવણીના અંતે ડિસ્ટ્રીક્ટ કોર્ટે આ નીચલી કોર્ટનો ચુકાદો કાયમ રાખ્યો હતો.આ મહિલા આરોપીને તા.13મી સપ્ટેમ્બર નારોજ સજાનું વોરંટ કાઢીને ઉચ્છલ સબજેલમાં મોકલવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application