Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જનઆક્રોશ:ટ્રાફિક ના આકરા દંડ સામે સોશિયલ મીડિયામાં ફરતા થયા મેસેજ-એક નજર કરીએ

  • September 14, 2019 

તાપીમિત્ર ન્યુઝ,તાપી:સરકારે રસ્તા પર દોડતા વાહનચાલકો માટે અનેક નિયમો બનાવ્યા છે.અનુ તેનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે.અને જે વાહનચાલકો પાલન નથી કરતા તેવા કિસ્સાઓમાં દંડ તેમજ સજા પણ ફટકારવામાં આવી છે.પરંતુ હાલની વાત કરીએ તો વાહનચાલકોના ચહેરા પર ચિંતાની લકીરો અને મુંજવણ સ્પષ્ટ નજરે પડી રહી છે.સરકાર દ્વારા એકાએક દંડની રકમમાં વધારો કરી દેવામાં આવતા દંડથી બચવા વાહનચાલકો પોતાના તમામ દસ્તાવેજો સરખા કરવામાં જોતરાઈ ગયા છે.જેને લઈ કેટલાક લોકો સોશિયલ મીડિયામાં પોતાનો રોષ વ્યકત કરી રહ્યા છે કેટલાક લોકોએ રમુજી મેસેજ ફરતા કર્યા છે..... High light-આજે મારે એક વાત કરવી છે.. મારે ફકત એટલું જ કહેવું છે કે...મેમો આપ્યા કરતા,તમે જે કારણ થી મેમો આપો છો તે કારણ નું જ નિવારણ કરો ને.. 1) હેલ્મેટ ના પહેર્યું હોય તો 500 રૂપિયા લઇ ને હેલ્મેટ આપી દો.. 2 ) વીમો ના હોય તો સ્થળ પર જ વીમો લેવરાવી લો.. 3) પીયુસી ના હોય તો સ્થળ પર જ પીયુસી કઢાવી નખાવો.. 4) લાઇસન્સ ના હોય તો... તાત્કાલિક લાઇસન્સ ની સુવિધા કરાવો....ત્યાં જ ઉભા ઉભા ઓનલાઇન અરજી કરાવી દો... આ બધું જો ચાર્જ લઈને ને જ કરો ને તો પબ્લિક ને એક વાર તકલીફ પડશે,પણ રોજ રોજ મેમો નો સામનો તો ના કરવો પડે ને અને પબ્લિક ને પણ ફાયદો થશે... ભ્રષ્ટાચાર પણ બંધ થઇ જશે.હું સહમત છું....તમે હોવ તો આગળ જવા દો. વિગેરે લખાણ વાળા અનેક મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application