Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી અને ડાંગ જિલ્લામાં ડીજે ના તાલ સાથે નાચતે ગાજતે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન

  • September 13, 2019 

તાપીમિત્ર ન્યુઝ,તાપી-આહવા:સોનગઢ નગર સહિત તાપી જિલ્લા ભરમાં શાંતિપૂર્વક અને હર્ષોલ્લાસ માહોલ માં બાપ્પા નું વીસર્જન કરવામાં આવ્યું હતું.સોનગઢ નગરના મેઈન બજાર માંથી વીસર્જન યાત્રા નીકળી હતી.તેમજ ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ વનરાજ પવારના જણાવ્યા અનુસાર આહવા,વઘઇ અને સુબિર તેમજ સાપુતારામાં વિઘ્નહર્તાનું ડીજે ના તાલે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.આડધા લાડુ ફૂટલા આની ગણપતિ બાપ્પા ઉથલા...ગણપતિ બાપ્પા મોરિયા પુડ્યા વર્ષી લવ કર યા જેવા નાદથી ડાંગ જિલ્લા નું વાતાવરણ ભક્તિમય બની રહ્યું હતું.વઘઇ ખાતે મેઈન બજાર થી બપ્પની શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.જે ગામ માં વિવિધ માર્ગો પર થઈને નાની વઘઇ ખાતે પહોચી અંબિકા નદીના નીર માં બાપ્પા ને વિદાય આપવામાં આવી હતી.વિસર્જન યાત્રા માં નગરના તમામ માર્ગો પર ગુલાલથી રંગેબીરંગે બની ગયા હતા.ડી.જે.અને ઢોલ નગારા ના તાલે યુવાઓ નાના બાળકો તેમજ વય વૃધ્ધો મન મુકીને હિલોળે ચડ્યા હતા.જ્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે જિલ્લા પોલીસ વડાની આગેવાની માં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.વઘઇ નગર સહિત જિલ્લા નદી અને તળાવ કિનારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિસર્જનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.જિલ્લા મથક આહવામાં ગણપતિપ્રતિમાઓનેવિસર્જન ટાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું.ગણેશ વિસર્જન વાજતે ગાજતે તથા આદિવાસી સંસ્કૃતિ ઝાંખી કરાવતી શોભાયાત્રાઓ આહવા બંધારા પાસે પહોંચી તળાવમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.સુબિર તાલુકા ખાતે મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાને ગીરા નદીમાં ઓવારામાં વિસર્જિત કરવામાં આવી હતી.ગણેશ વિસર્જન ના સમયે ભક્તો ભાવવિભોર બન્યા હતા.ગામ માં એક પછી એક ગણપતિની વિસર્જન ની ઝાંખી પસાર થતા પોલિસ દ્વારા દરેક સ્થળે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો હતો.પોલીસે બંદોબસ્ત વચ્ચે વિસર્જન ખૂબ શાંતિ પૂર્વક સંપન્ન થયું હતું..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application