ઉત્તર પ્રદેશ ના પ્રતાપગઢ માં મોડી રાતે ભયંકર રોડ અકસ્માત સર્જાતા 6 બાળકો સહિત 14 લોકોના દર્દનાક મોત થયા છે. આ મામલો માનિકપુર પોલીસ સ્ટેશનના દેશરાજ ઈનારાનો છે જ્યાં જાનમાંથી પાછી ફરી રહેલી બોલેરો ગાડી બેકાબૂ થતા રોડ પર ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ. જેમાં 14 જાનૈયાઓએ જીવ ગુમાવ્યો. ડ્રાઈવરને ઝોકું આવી જતા આ અકસ્માત થયો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.
તમામ જાનૈયા શેખપુર ગામના લગ્ન સમારોહમાં સામેલ થઈને પાછા ફરી રહ્યા હતા. આ અક્સમાતનો ભોગ બનેલા 14 લોકોમાંથી 6 બાળકો છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બોલેરો ગાડીને ગેસ કટરથી કાપીને તમામ 14 લોકોના મૃતદેહો બહાર કાઢ્યા. પોલીસને રેસ્ક્યુ કરવામાં લગભગ 2 કલાકનો સમય લાગ્યો. તમામ મૃતદેહોને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. મળતી માહિતી મુજબ 12 જાનૈયા કુંડા કોતવાલીના જિગરાપુર ચૌસા ગામના રહીશ છે. જ્યારે બોલેરો ચાલક સહિત બે લોકો કુંડા વિસ્તારના અન્ય ગામના રહિશ હોવાનું કહેવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application