દક્ષિણ બ્રાઝિલમાં ભારે વરસાદ બાદ પુરના કારણે 107 લોકોના મોત થયા છે અને 136 લોકો હજુ પણ ગુમ છે. જ્યારે 1 લાખ 64 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. મીડિયાસૂત્રો દ્વારા મળતી માહિત અનુસાર, બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયોગ્રાન્ડે દો સુલમાંત્રાટકેલાતોફાને ભારે તબાહી મચાવી છે. હેલિકોપ્ટરની મદદથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે. એક મીડિયા અહેવાલ મુજબ આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે. એવી આશંકા છે કે પોર્ટોએલેગ્રે અને તેની આસપાસના શહેરો વધુ પાણીથી છલકાઈ જશે.
અહીંના રસ્તાઓ પહેલેથી જ પાણીમાં ડૂબી ગયા છે. આ દરમિયાન પૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પૂરના કારણે બ્રાઝિલનો એક ઘોડો ઘરની છત પર ફસાઈ ગયો હતો. ઘોડો કેનોઆસ શહેરમાં એક પાતળા છત પર સંતુલિત ઊભો હતો.કેનોઆસ શહેરનો મોટા ભાગનો વિસ્તાર પૂરના પાણીથી ભરાઈ ગયો છે અને બાકીનાશહેરથી સંપૂર્ણપણે કપાઈ ગયો છે. અન્યત્ર પણ પૂરના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પુલોનો નાશ થયો છે. અનેક સુપર માર્કેટમાંથી લૂંટના અહેવાલો પણ આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application