અમેરિકામાં વર્જિનિયાનાં ચેસાપીકમાં વોલમાર્ટ સ્ટોરમાં સામૂહિક ગોળીબારમાં 10 લોકોનાં મોતનાં સમાચાર આવી રહ્યા છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે. જયારે ફાયરિંગની ઘટનાની જાણ થતાં ચેસાપીક પોલીસે વોલમાર્ટમાં કથિત સક્રિય શૂટરને પકડવાનાં પ્રયાસો કર્યા અને તેના પર ફાયરિંગ કર્યું હતું. ચેસપીક પોલીસ વિભાગનું કહેવું છે કે, લગભગ 10 લોકોનાં મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. જયારે પોલીસ બિલ્ડિંગની તપાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે, ગોળીબાર કરનાર માર્યો ગયો છે પરંતુ લોકોને હાલ બિલ્ડિંગથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે રાત્રે 10:12 વાગ્યે ફાયરિંગની માહિતી આપતો કોલ આવ્યો હતો.
જયારે વોલમાર્ટ સ્ટોરની બહાર ભારે પોલીસ ફોર્સ હજુ પણ તૈનાત છે. આ સાથે 40થી વધુ ઈમરજન્સી વાહનોને પણ ઈમારતની બહાર તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. પોલીસ વિભાગે સ્થાનિક લોકોને ઘટના સ્થળેથી દૂર રહેવા જણાવ્યું છે. અમેરિકામાં માસ શૂટિંગનો સિલસિલો યથાવત છે. અમેરિકાનાં એક યા બીજા શહેરમાંથી દરરોજ માસ ફાયરિંગનાનાં સમાચાર આવે છે. બે દિવસ પહેલાં જ કોલોરાડો સ્પ્રિંગ્સમાં એક ગે નાઈટક્લબની અંદર એક બંદૂકધારીએ ફાયરિંગ કર્યું હતું જેમાં ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા હતા અને 18 ઘાયલ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application