Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફિલ્મ 'KGF'ની અભિનેત્રી શ્રીનિધિ શેટ્ટીએ પ્રયાગ્રજમાં પવિત્ર ડૂબકી લગાવી

  • February 09, 2025 

સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ 'KGF'માં રોકી ભાઈ યશની હિરોઈન તરીકે પોતાની દમદાર એક્ટિંગથી ચાહકોનું દિલ જીતનાર અભિનેત્રી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી છે. જો કે, અત્યાર સુધીમાં તમે સમજી ગયા હશો કે અહી કોની વાત કરી રહ્યા છીએ. હકીકતમાં સાઉથની ફેમસ અભિનેત્રી શ્રીનીધી શેટ્ટી હાલમાં પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી હતી. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પ્રયાગરાજમાં અભિનેત્રીએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. તસવીરમાં તેણે કપાળ પર તિલક પણ લગાવ્યું હતું. જ્યારે બીજી તસવીરમાં તે ચહેરા પર માસ્ક પહેરેલી જોવા મળે છે. એટલું જ નહીં, અભિનેત્રીએ પોતાને કાળા રંગના સ્કાર્ફથી ઢાંકી દીધી છે.


બાકીના ફોટામાં તે હોડી પર બેસીને સંગમનો આનંદ માણતી જોવા મળી રહી છે. તેણે કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. જેમાં સંગમની સુંદરતા અને તેની આસપાસની ભીડ દેખાય રહી છે. અહી તમને જણાવી દઈએ કે, અભિનેત્રી સંગમમાં એકલી ગઈ ન હતી. તે પોતાના પિતા સાથે ગઈ હતી. પોતાના પિતા સાથેની એક તસવીર પણ તેણે શેર કરી હતી. તસવીર શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે, 'એવું લાગે છે કે પ્રયાગે મને બોલાવી છે કારણ કે મારી શરૂઆતથી જ કોઈ યોજના નહોતી. હું કામમાં વ્યસ્ત હતી અને પછી એક પછી એક ઘટનાઓ બનવા લાગી. મેં મારી ફ્લાઇટ બુક કરાવી, રહેવાની જગ્યા શોધી અને એક બેકપેક લીધો.' અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, મારા પિતા રાજી થઈને મારી છેલ્લી ઘડીની યોજનામાં સામેલ થઇ ગયા હતા. પણ આ ખરેખર જીવનમાં એક વાર બનેલી ઘટના હતી. તેથી કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો નહીં. એક અનુભવ અને સ્મૃતિ જે જીવનભર યાદ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application