Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vyara : ઇનર વ્હીલ ક્લબનાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

  • August 05, 2022 

વ્યારા સ્થિત ઇનર વ્હીલ ક્લબ સંસ્થાનાં 35માં સ્થાપના દિવસ (ચાર્ટર ડે) નિર્મિતે પ્રમુખ ચિત્રાલી શાહ, સેક્રેટરી મિનાક્ષી શાહ અને ડિસ્ટ્રિક્ટ ચેરમેન સિપ્રા ચક્રવર્તીની ઉપસ્થિતિમાં પૃથ્વીની સંભાળની થીમ પર દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે 75 જેટલા વિવિધ પ્રકારનાં વૃક્ષોનાં છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.  તેમજ હાઉસી ગેમ રમી તથા કેક કાપી સ્થાપના દિવસ ઉજવ્યો હતો.






જોકે ભાટપુર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ કેમ્પ યોજ્યો હતો. કેમ્પમાં ઉપસ્થિત જનક સ્મારક હોસ્પિટલના ડેન્ટલ ડોક્ટર પ્રિન્સી રાણાએ બાળકોને દાંત સાળસંભાળ કરવાની રીત અને અને શા માટે 2 ટાઈમ બ્રશ કરવું જોઈએ ? તે વિશે માહિતી આપી હતી. સાથે જ પર્યાવરણની જાણવણી અંગે સમજ આપી પ્લાસ્ટિકથી થતું નુકશાન જણાવ્યું હતું તથા 22 જેટલા બાળકોને વુડન ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ પણ આપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application