Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Latest update Ukai dam : જાણો ઉકાઈ ડેમમાંથી કેટલું પાણી છોડાઈ રહ્યું છે તેની સ્થિતિ

  • September 15, 2021 

ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક ઉપલબ્ધ બનતા આજે સવારે ઉકાઇ ડેમની જળ સપાટી ૩૪૦.૨૦ ફૂટ ઉપર પહોંચી હતી અને ડેમમાં ૨૮,૭૫૨ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે સામે ડેમનું રૂલ લેવલ ને મેન્ટેન કરવા માટે ડેમમાંથી ૯૮,૫૯૭ ક્યુસેક પાણીનો જથ્થો ડેમના ૧૦ ગેટ વાટે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

 

 

 

 

 

ઉકાઇ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ ઘણા દિવસોથી ઉકાઇ ડેમમાં વધતા ઓછા ­પ્રમાણમાં નવા પાણીની વિપુલ આવક થઇ રહી છે જેથી ડેમની સપાટી તેના રૂલ લેવલને પાર કરીને ૩૪૦.૨૦ ઉપર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. આજરોજ સવારે ૯ વાગ્યે ઉકાઇ ડેમમાં ૨૮,૭૫૨ ઇનફલો નોંધાયો હતો અને ડેમની જળ સપાટી વધીને ૩૪૦.૨૦ ફૂટે પહોંચી છે. ડેમના ૨૨ ગેટ પૈકી ૯ ગેટ ચાર ફૂટ અને ૧ ગેટ ત્રણ ઓપન કરાયા છે.

 

 

 

 

 

ઉકાઇ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્ય­દેશમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસતા ­સવારે ૬ વાગે પ્રકાશા ડેમ માંથી તાપી નદીમાં ૨૩,૮૫૦ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના ૨ ગેટ ફૂલ ઓપન કરાયા છે.ડેમની સપાટી ૧૦૭.૬૦ મીટર નોંધાઇ છે.

 

 

 

આજ રીતે ­પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી સવારે ૬ કલાકે ૨૧૨.૩૧૦ મીટર નોંધાઇ છે ડેમના ૪ ગેટ દોઢ મીટર ઓપન કરાયા છે અને ડેમમાંથી તાપી નદીમાં ૧૫,૨૫૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application