ઉચ્છલ તાલુકાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલત વરલી મટકા-જુગારના અડ્ડાઓ પર જીલ્લા એલસીબી અને સ્થાનિક પોલીસે દરોડા પાડી ત્રણ જુદાજુદા બનાવોમાં 3 જણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,જયારે 4 જેટલા કસુરવારોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
નારણપુર માં વરલી મટકા જુગારના અડ્ડા પર એલસીબીના દરોડા
જીલ્લા એલસીબી સ્ટાફના માણસો ને મળેલ બાતમીના આધારે ઉચ્છલ તાલુકાના નારણપુર ગામના બસ સ્ટેન્ડ પાસે ચાલતા વરલી મટકા જુગાર ના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન સ્થળ પરથી રાજુભાઈ રૂમાભાઈ વસાવા રહે, આંબા ફળિયું, નારણપુર ગામ તા.ઉચ્છલ નાનો મુંબઈ થી નીકળતા વરલી મટકા ના આંક પર હારજીતનો જુગાર રમાડતા ઝડપી પાડવામાં આવ્યો હતો.જયારે વીજુ રહે,નિરગુડી ફળિયું.નારણપુર ગામ તા.ઉચ્છલ અને સુજીત ઉર્ફે ગોલુ અગ્રવાલ રહે,ઉકાઈ-વર્કશોપ ઝૂપડપટ્ટી તા.સોનગઢ,બંને જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.પકડાયેલા આરોપી પાસેથી પોલીસે રોકડ રકમ રૂપિયા 2660/- તથા મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત રૂપિયા 5,000/- તથા જુગાર ના સાધનો સહિત કુલ રૂપિયા 7,660/- નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુધ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ચઢવાણ ગામે વરલી મટકા જુગારના અડ્ડા પર ઉચ્છલ પોલીસના દરોડા
ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ને મળેલ બાતમીના આધારે ઉચ્છલ તાલુકાના ચઢવાણ ગામે ચાલતા વરલી મટકા જુગાર ના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન સ્થળ પરથી વિનોદભાઈ શિવાજીભાઈ નાઈક રહે, રાયગઢ ગામ, કોટળા ફળિયું તા.ઉચ્છલ નાને મુંબઈ થી નીકળતા વરલી મટકા ના આંક પર હારજીતનો જુગાર રમાડતા ઝડપી પાડવામાં આવ્યો હતો. જયારે આનંદભાઈ ફુલસિંગભાઈ વસાવા રહે, ચઢવાણ ગામ તા.ઉચ્છલ નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.પકડાયેલા આરોપી પાસેથી પોલીસે જુગાર ના સાધનો સહિત રોકડ રકમ રૂપિયા 1920/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુધ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કરોડ ગામે વરલી-મટકાનો જુગાર રમાડતા એક ઝડપાયો,એક વોન્ટેડ
ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ને મળેલ બાતમીના આધારે ઉચ્છલ તાલુકાના કરોડ ગામે ચાલતા વરલી મટકા જુગાર ના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન સ્થળ પરથી દેવેન્દ્રભાઈ કાશીરામભાઈ વળવી રહે, કરોડ ગામ,પારસી ફળિયું તા.ઉચ્છલ નાને મુંબઈ થી નીકળતા વરલી મટકા ના આંક પર હારજીતનો જુગાર રમાડતા ઝડપી પાડવામાં આવ્યો હતો. જયારે હરીશભાઈ ના નામ શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.પકડાયેલા આરોપી પાસેથી પોલીસે જુગાર ના સાધનો સહિત રોકડ રકમ રૂપિયા 2950/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુધ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500