ઉપરવાસ માં ભારે વરસાદ પડતા નર્મદા ડેમ મા રોજ લાખો કુયુસેક પાણી ની આવક આવકના પગલે સરદાર સરોવર ડેમ માંથી રોજ લાખો કુયુસેક પાણી છોડવામાંમા આવે છે જેથી ડેમ આસપાસ ના ગામો મા અને ખેતર મા પાણી ભરાઇ જવાથી ખેડૂતો ને ભારે નુકસાન ભોગવાનો વારો આવ્યો છે.
નર્મદા ડેમ માંથી વિપુલ પ્રમાણમાં પાણી છોડતા નર્મદા રિવર ડેમને કારણે ગરૂડેશ્વર તાલુકાના અસરગ્રસ્ત મોટા પીપરિયા,ગભાણા,વસંતપરા વગેરે આજુબાજુના ગામોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે સ્થાનિક લોકો ખૂબ હેરાન થઈ મુશ્કેલીમાં મુકાયા છે તેવા સંજોગો માં ખૂબ આકરા વરસાદમાં પણ લોકોની ખબર પૂછવા અને પરિસ્થિતિનું નિરિક્ષણ કરવા માટે
નાંદોદ ધારાસભ્ય પી.ડી વસાવા,નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઇ વાળંદ,તાલુકા સદસ્ય સંજયભાઈ, નરેશભાઈ સોલંકી એ મુલાકાત લીધી હતી જેમાં આ આફત માં જેને નુકસાન થયું છે એના માટે સરકાર માં રજુઆત કરવા માટે ખાતરી આપી હતી.જ્યારે બીજી તરફ નાંદોદ ના ધાનપોર ગામ પાસે નર્મદા અને કરજણ નદી ભેગી થાય છે જે નદીઓ માં પાણી છોડવાથી કેળા,પપૈયા, કપાસ,દીવેલા,મગ,તુવેર શેરડી વગેરે પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે.
ઉપરાંત ખેતરમાં પાણી માટે નાખેલી ડ્રિપ લાઈન પણ તણાઈ જતા વધુ નુકશાન થતા ધારાસભ્ય પીડી વસાવા એ આ અસર ગ્રસ્ત ખેડૂતો ના ખેતરોની પણ મુલાકાત લીધા બાદ તેમને પણ વળતર અપાવવા માટે મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને રજુઆત કરશે તેવું આશ્વાસન આપ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500