સોનગઢ નગરમાં આવેલ તાપી કોમ્પલેક્ષમાં રજવાડી કેફે નામની (ચા-નાસ્તા)ની દુકાન ચલાવતા સુમેરભાઈ લાલસિંહ રાજપૂત, નાઓ સોમવારે પોતાની દુકાનમાં હતા. તે દરમિયાન સવારે દશેક વાગે પ્રવીણભાઈ ભરવાડના મોબાઈલ ફોન પરથી ફોન આવ્યો હતો અને જણાવેલ કે, તમો અમને કેમ વારંવાર ફોન કરી પૈસાની માંગણી કરો છે ??’ તેવું જણાવતા દુકાનદાર સુમેરભાઈએ જણાવ્યું હતું કે, તમારી પાસે મારા ચા-નાસ્તાના એક મહિનાના રૂપિયા ૧૭૦૦/- લેવાના હોય જે તમોએ મને તા.૨૩/૧૦/૨૦૨૧ના રોજ આપવાની વાત કરેલ પરંતુ આજદિન સુધી આપ્યા નથી. તેવી વાત કરતા પ્રવીણભાઈએ દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી આપી ફોન મૂકી દીધો હતો.
જોકે સુમેરભાઈ પોતાની દુકાનની કાઉન્ટર પર બેઠો હતો તે દરમિયાન થોડી જ વારમાં અચાનક પ્રવીણભાઈ રામાભાઈ ભરવાડ દુકાન પર ધસી આવી અને નીકુલભાઈ અશોકભાઈ ભરવાડ નાઓ પાસે એક વાસનો લોખંડના કળા વાળી ભરવાડ લાકડી વડે સુમેરભાઈને ફટકારી બેફામ સપાટા માર્યા હતા. ત્યારબાદ પ્રવીણભાઈ ભરવાડે લાકડીના હાથ વાળું પરસી વડે દુકાનદાર પર હુમલો કર્યો હતો. જોકે દુકાનદારએ બુમાબુમ કરતા સાંભળી આસપાસમાંથી દોડી આવેલા લોકોએ દુકાનદારને બચાવ્યો હતો. જોકે બંને ભરવાડાઓ જતા જતા દુકાનમાં ભારે તોડફોડ કરી સુમેરસિંહને જાનથી મારી નાંખવાની ધમકી આપી નાશી છુટ્યા હતા. જોકે થોડીજ વારમાં સુમેરસિંહનો ભાઈ રતનસિંહના મોબાઈલ ફોન પર ફોન આવેલો અને જણાવેલ કે,હું નીકુલનો કાકો બોલું છું અને કહ્યું હતું કે, બો ભમરી છે બંને ભાઈઓને સોનગઢમાં નહી રહેવા દેવાની ધમકી આપી હતી.
દુકાનદાર ઉપર થયેલ આ જીવલેણ હુમલામાં સુમેરસિંહને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સુમેરસિંહ રાજપુતની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે બંને હુમલાખોર ભરવાડાઓ પર આઇપીસીની કલમ ૩૨૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૪૨૭,૧૧૪ તેમજ જીપીએક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ફોન પર ધમકી આપનાર હુમલાખોરના કાકા સામે પોલીસે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. જેને લઈ પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
હુમલાખોરો સામે ગુનો નોંધાયો
(૧) પ્રવીણભાઈ રામાભાઈ ભરવાડ (રહે.બાપાસીતારામ નગર,સોનગઢ),
(૨) નીકુલભાઈ અશોકભાઈ ભરવાડ (બાપાસીતારામ નગર,સોનગઢ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500