બારડોલી ડીવાયએસપી એ રૂપલબેન સોલંકીને મળેલ બાતમીના આધારે, મહુવા તાલુકાના ડુંગરી ગામે આવેલા બનાસકુવા ફળિયામાં રહેતો પીયુસ ઉર્ફે સોમલો પ્રભાત પટેલ હાઈવા ટ્રકમાં દમણથી દારૂ મંગાવી ડુંગરી ગામે કાર્ટિંગ કરવાનો છે.
જે બાતમીના આધારે સીપીઆઈ ડી.કે.ચૌધરી તથા મહુવા પીએસઆઈ એ.એચ.પટેલ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યા પર રાત્રિના સમયે છાપો માર્યો હતો. જ્યાં પીયુસ ઉર્ફે સોમલો પ્રભાત પટેલ તથા તેના 5 થી 7 સાથીદારો હાઈવા ટ્રક માંથી દારૂ ઉતારી આઈસર ટેમ્પો તથા બાઈક પર દારૂની હેરાફેરી કરતા હતા. જોકે આરોપીઓ પોલીસની ગાડી જોઈ ને અંધારાનો લાભ ઉઠાવી ખેતરમાં ભાગી ગયા હતા. સ્થળ પરથી મહુવા પોલીસે 13.18 લાખના કીંમતનો દારૂ, હાઈવા ટ્રક નંબર જીજે/06/એટી/7157, આઈસર ટેમ્પો નંબર જીજે/05/બીએક્સ/4181 અને બે મોટરસાઈકલ નંબર જીજે/19/એએસ/6955 તથા જીજે/19/બીબી/6/3550 મળી કુલ રૂપિયા 26,98,800/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ફરાર થયેલા પીયુસ ઉર્ફે સોમલા પ્રભાત પટેલ તથા તેના 5 થી 7 સાથી લદારોને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500